મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

પાણીનો પોકાર: મોરબીમાં આવતી નર્મદની મચ્છુ કેનાલ તળિયા જાટક, મુરજાતો મોલ જોઈને ઢીલા પડતાં ખેડૂતો


SHARE







પાણીનો પોકાર: મોરબીમાં આવતી નર્મદની મચ્છુ કેનાલ તળિયા જાટક, મુરજાતો મોલ જોઈને ઢીલા પડતાં ખેડૂતો

મોરબીના ઘુંટુ ગામ પાસેથી નર્મદાની કેનાલ પસાર થાય છે જો કે, હાલમા ખેડૂતોને સિચાઈ માટે પાણીની જરૂર છે ત્યારે આ કેનાલ છેલ્લા ૧૦ દિવસથી બંધ કરી દેવામાં આવી છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં જે પાક ઊભો છે તેને પણ નુકશાન થાય તેવી શકયતા છે જેથી કરીને ખાલી કેનાલમાં ઊભા રહીને ખેડૂતો દ્વારા પાણી આપો, પાણી આપોના ના સૂત્રોચ્ચાર સાથે રામધૂન પણ બોલાવવામાં આવી હતી અને જો સરકાર દ્વારા ખેડૂતોને સીંચાઈનું પાણી કેનાલ મારફતે આપવામાં નહીં આવે તો ખેડૂતોને મોટું નુકશાન થશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી

મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલ છે જે પૈકીની મચ્છુ કેનાલ મોરબીના ઘૂટું ગામ પાસેથી પસાર થયા છે અને હળવદ તાલુકથી લઈને મચ્છુ-૨ ડેમ સુધી આવતા વિસ્તારમાં અનેક ગામના ખેડૂતોને આ કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી મળે છે જો કે, અફસોસની વાતએ છે કે, જયારે ખેડૂતોને પાણીની જરૂર હોય છે ત્યારે મોટાભાગે આ કેનાલ તળિયા જાટ્ક જ હોય છે ચોમાસામાં સતત વરસાદ હતો ત્યારે નર્મદાની મચ્છુ કેનાલમાં પાણી વહેતું હતું અને હાલમાં જયારે ખેડૂતોને તેના ખેતરમાં ઉભેલા કપાસ, મગફળી, એરંડા, તલ સહિતના પાકને એક પાણ પાણીની જરૂર છે ત્યારે આ કેનાલને છેલ્લા ૧૦ દિવસથી ખાલી છે

નર્મદા નિગમના ખેડૂતોને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ગમે ત્યારે કેનાલને ચાલુ અને બંધ કરી નાખે છે જેથી કરીને અધિકારીઓની આ નીતિની સામે ખેડૂતોમાં ભારે રોષની લાગણી છે ત્યારે ઘૂટું ગામના ખેડૂત ભાવેશભાઈ કૈલા અને અરવિંદભાઇ પરેચા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, ખેડૂતોના ખેતરમાં હાલમાં જે પાક ઊભા છે તેને પાણી ન મળે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે તે નિશ્ચિત છે અત્રે ઉલેખનીય છે કે, કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોએ ચોમાસા પછી કેનાલમાંથી પાણી મળશે અને પાક સારો આવશે તેવી આશા સાથે ખેતરોમાં વાવેતર કર્યું હતું જો કે, કેનાલ ડૂકી ગયેલ છે જેથી સિંચાઈ માટે લોકોને તેમાંથી પાણી મળી રહ્યું નથી

ઘૂટું ગામના ખેડૂત ભરતભાઇ વરમોરા, નરેશભાઇ કૈલા, અને પરસોતમભાઇ પટેલ સાથે વાત કરતાં તેઓને જણાવ્યુ હતુ કે હાલમાં પાણી માટે ખેડતુઓ વલખાં મારી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતોની મુશ્કેલીને સમજીને તેઓના ખેતરોમાં જે પાક ઊભો છે તેને બચાવવા માટે વહેલમાં વહેલી તકે પાણી કેનાલમાં છોડવામાં આવે તે જરૂરી છે અને જો પાણી બે થી ત્રણ દિવસમાં ન મળે તો હાલમાં જે રીતના ઉનાળા જેવા તડકા પડી રહ્યા છે જેથી કરીને પાક પાણી વગર ટકી શકે તેમ નથી અને પાક નિષ્ફળ જશે તો ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ જશે અને આપઘાત કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે તેવું કહી તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News