મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સાંસદ-મંત્રીની હાજરીમાં ભુગર્ભ-પાણીના ૩૮ કરોડથી વધુના કામોનું કર્યું ખાતમુહુર્ત


SHARE











મોરબીમાં સાંસદ-મંત્રીની હાજરીમાં ભુગર્ભ-પાણીના ૩૮ કરોડથી વધુના કામોનું કર્યું ખાતમુહુર્ત

મોરબીમાં સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી નગરપાલિકાની ૨૭.૬૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભુગર્ભ ગટર યોજના તથા ૯.૫૯ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, આ ગટર યોજના તથા પાણી પુરવઠા યોજના થકી ૧૧૫ થી વધુ વાડી વિસ્તારની સોસાયટીઓને મળશે. આ વિસ્તારમાં વધુ વિકાસના કામો થાય તે માટે રાજકીય આગેવાનો તથા અધિકારીઓની મહત્વની ભૂમિકા છે. ઉપરાંત આ વિકાસ કામોમાં નાગરિકો પણ આત્મીયતા દાખવે તો કામ સર્વોત્તમ થાય તેમાં શંકા ને સ્થાન નથી. વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તાર સૂચિત સોસાયટી બને અને તેને વહેલી તકે સનદ મળે તે માટે મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા સતત પ્રયત્ન કરી રહ્યા છે. ઉપરાંત ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધા બાદ આ વિસ્તારમાં ત્વરિત રસ્તા બને તે માટે પણ તેમણે નગરપાલિકાને સૂચના આપી હતી.

આ પ્રસંગે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના પ્રમુખ સહિત સમગ્ર ટીમ આ વિસ્તારને સુવિધાસભર બનાવવામાં અગ્રેસર રહી છે. સરકારની વિવિધ યોજનાઓ તથા રાજકીય આગેવાનો અને અધિકારીઓની સખત મહેનત અને કાર્યશીલતાથી અનેક વિકાસ કામો નિર્માણ પામી રહ્યા છે. આ વિસ્તારમાં જ્યોતિગ્રામ યોજના લાવવાનું ભગીરથ કાર્ય પણ અમારા સૌના પ્રયાસોથી સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આપણા સૌના સાથ સહકારની સમન્વયથી મોરબી વધુ વિકસિત અને અને ગુજરાતમાં એક અલગ ભાત ઉપસાવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ કુસુમબેન પરમારે સાહુનું સ્વાગત કર્યું હતું અને પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. અને કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ  લાખાભાઈ જારીયા, સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઈ વડાવિયા, પાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ સહિત વિવિધ સમિતિના ચેરમનઓ, કે.કે.પરમાર, ભાવેશભાઈ કણઝારિયા સહિતના આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા






Latest News