મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

રાજકોટના માજી કોર્પોરેટર સાથે છેતરપિંડીના ગુનામાં મુખ્ય સૂત્રધાર  વિનોદ આઘારાની ધરપકડ


SHARE











રાજકોટના માજી કોર્પોરેટર સાથે છેતરપિંડીના ગુનામાં મુખ્ય સૂત્રધાર  વિનોદ આઘારાની ધરપકડ

મોરબીમાં રાજકોટના માજી કોર્પોરેટરની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી અને ખોટા ખાતેદાર અને ખોટા આધાર કાર્ડ ઉભા કરીને ૩૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.જે ગુનામાં એલસીબીની ટીમે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે અને આરોપીને એ ડિવિઝન પોલીસને સોપવામાં આવેલ છે

રાજકોટના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે ચંપકનગરમાં રહેતા રાજકોટના માજી કોર્પોરેટર મુકેશભાઇ પ્રાગજીભાઇ રાદડીયા જાતે પટેલ (૪૬) એ થોડા સમય પહેલા વિનોદભાઇ ઉર્ફે વિનુભાઇ તળશીભાઇ અઘારા, જયાબેન વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદાર), ભરતભાઇ વશરામભાઇ ડાભી (ખોટા ખાતેદારનો દિકરો), મનસુખભાઇ ધનજીભાઇ પરમાર, મુકેશભાઇ નારણભાઇ કંઝારીયા અને દયારામભાઇ સતવારા રહે.બધા મોરબી વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતું કે, તા.૧૭-૮-૨૦૨૧ ના બપોરના એક વાગ્યે મોરબીના રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ વકીલની ઓફીસમાં તેમને બોલાવીને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ વજેપર ગામની સીમમાં આવેલ સર્વે નંબર.૧૦૨૩ પૈકી-૧/ પૈકી-૨ મા ભાગીદારી કરાર કરવાનુ કહ્યું હતું અને આરોપી વિનુભાઇ તળશીભાઇ અઘારાએ ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદીને ખોટા ખાતેદાર તરીકે રહેલ જયાબેન વશરામભાઇ ડાભીએ ખોટુ નામ ધારણ કરી તથા સાક્ષી તરીકે રહેલ ભરત વશરામભાઇ ડાભી સહિતના બધા વ્યક્તિઓએ પુર્વયોજિત કાવત્રુ રચી આરોપીના નામના ખોટા આધાર કાર્ડ બનાવડાવી ભાગીદારી કરારમાં તે ખોટા આધારકાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને આરોપી જયાબેન વશરામભાઇ ડાભીને ખાતેદાર તરીકે દર્શાવી ખોટી ભાગીદારી કરી આપી હતી અને ફરિયાદી મુકેશભાઇની પાસેથી ૩૫ લાખ રૂપિયા લઈ લીધા હતા અને છેતરપીંડી કરલે હતી. જમીનમાં ભાગીદારી અંગે ખોટા દસ્તાવેજોને આધારે ૩૫ લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી. આ ગુનામાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અગાઉ નયનાબેન પ્રવીણભાઈ ચાવડા, અલ્પેશભાઇ ભગવાનજીભાઇ નકુમ અને મનસુખભાઇ ધનજીભાઇ પરમાર અને દયારામભાઇ પુંજાભાઇ ડાભી, મુકેશ નારણ કંઝારીયાની સમયાંતરે ધરપકડ કરેલ હતી અને મુખ્ય સૂત્રધાર વિનુભાઇ અઘારાને પકડવાનો બાકી હતો દરમ્યાન પાંચ મહિનાથી નાસતો ફરતો આરોપી વિનોદ તરશીભાઈ અઘારા (૫૯) રહે, રવાપર ગામ યોગીરાજ એપાર્ટમેંટ વાળાની એલસીબીની ટીમે સુરત ખાતેથી ધરપકડ કરવામાં આવી છે અને આરોપી મોરબી એ ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવેલ છે






Latest News