ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર નવરાત્રીની ટીમે મનોદિવ્યાંગ બાળકોની શાળા માટે વાન અર્પણ કરી


SHARE







મોરબી પાટીદાર નવરાત્રીની ટીમે મનોદિવ્યાંગ બાળકોની શાળા માટે વાન અર્પણ કરી

મોરબીમાં માનવ સેવા ટ્રષ્ટ દ્વારા ચાલતી માં મંગલમૂર્તિ વિશિષ્ટ બાળકોની શાળાના બાળકોના પરિવહન માટે વાન  આપવાનો નિર્ણય કરેલ હતો અને મોરબી પાટીદાર નવરાત્રીની ટીમે મનોદિવ્યાંગ બાળકોની શાળા માટે વાન અર્પણ કરવામાં આવેલ છે

મોરબીમાં વર્ષ ૨૦૦૬ થી મનો દિવ્યાંગ બાળકો માટે માં મંગલ મૂર્તિ વિશિષ્ટ બાળકોની ચાલે છે જેમાં પિસ્તાલીસ જેટલા મનો દિવ્યાંગ બાળકોનું લાલનપાલન પોષણ કરવામાં આવે છે અને સવારે ૮ વાગ્યાથી આ બધા જ બાળકો પોતપોતાની વાહનની વ્યવસ્થા કરી શાળાએ આવે છે ત્યાં સવારે પગના તળિયે ગાયના ઘીથી માલિશ કરવામાં આવે છે અને પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવે છે અને બાળકોને જીવન કૌશલ્યો શીખવવામાં આવે છે દિવ્યાંગ બાળકો પ્રત્યે સમાજમાં સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ મળે એવા પ્રયત્નો કરવામાં આવે છે,આ મેન્ટલી ચેલેન્ઝ બાળકોને અક્ષર જ્ઞાન, રંગપુરણી, ચિત્રકામ એબેકસ પ્રવૃત્તિ,વાંચન,લેખન ગણન વગેરે શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે રોજ બરોજની દૈનિક ક્રિયાઓ કેવી રીતે કરવી? એ શીખવવામાં આવે છે,

અહી બપોર સુધી આ બધા જ બાળકો જીવનના પાઠ ભણે છે જેથી બાળકો પોતાના ઘરના એક ખૂણામાં પડી ન રહેતા સમાજ વચ્ચે આવી માનભેર જીવન જીવી શકે એવા પ્રયત્નો કરે છે,સ્વતંત્ર દિન,પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરે છે, ત્યારે આ બાળકોના પરિવહન માટે શાળાએ આવવા જવા માટે વ્યવસ્થા ન્હોતી આ બાબત અજય લોરીયાના ધ્યાનમાં આવતા સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા ચાલતી પાટીદાર નવરાત્રીમાં સવજીભાઈ બારૈયા અને પ્રમોદભાઈ વરમોરાના સૌજન્યથી સ્કૂલ વેન અર્પણ કરવામાં આવેલ છે ત્યારે દાતાઓની આ દિલેરીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ વડસોલા, દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટક,મિતલબેન કૈલા મયુરીબેન ટીલવા,નેહાબેન વગેરે દિવ્યાંગ બાળકોના શિક્ષિકાઓએ  વધાવી લીધી હતી 




Latest News