મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર પીપળી-જેતપર રોડ ઉપર ફોરલેનના બણગા વચ્ચે ફૂટ ફૂટના ખાડા: કોંગ્રેસનો અણીદાર આક્ષેપ


SHARE











મોરબીના ભંગાર પીપળી-જેતપર રોડ ઉપર ફોરલેનના બણગા વચ્ચે ફૂટ ફૂટના ખાડા: કોંગ્રેસનો અણીદાર આક્ષેપ

મોરબીના પીપળી ગામથી લઈને જેતપર અને અણીયારીથી ઘાટીલા સુધીનો રસ્તો અતિબિસ્માર છે જેથી કરીને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ ભંગાર રોડ ઉપર ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ અને મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસનાં આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે ફોરલેન રોડ બનાવવાના બણગાં ફૂકવામાં આવે છે જો કે, નારી વાસ્તવિક્તાએ છે કે, આ રોડ ઉપર આજની તારીખે ફૂટ ફૂટના ઠેરઠેર ખાડા છે જેથી તે ખાડા બેરી મૂંગી સરકાર બુરે તેના માટે કોંગ્રેસ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી છે

ગાંધી જયંતીના દિવસે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલની આગેવાનીમાં ગુજરત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કાગથરા, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવર, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ મુકેશભાઇ ગામી સહિતના આગેવાનો પીપળી ગામથી લઈને જેતપર અને અણીયારીથી ઘાટીલા સુધી યોજાયેલ બાઈક રેલીમાં જોડાયા હતા અને આ ભંગાર રસ્તા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ યોગ્ય રીતે તેનું રિપેરિંગ કામ કરવામાં આવી રહ્યું નથી જેથી કરીને લલિતભાઈ કાગથરાએ કહ્યું હતું કે, મોરબીના લોકોને જેતપર રોડ ફોરલેન બનાવવાનું છેલ્લા ઘણા સમયથી કહેવામા આવી રહ્યું છે જો કે, હાલમાં આ રોડ વાહન લઈને ચાલવા યોગ્ય નથી જેથી બહેરી અને મૂંગી સરકાર સુધી લોકોનો અવાજ પહોચડવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં આ ભંગાર રોડ ઉપર કોંગ્રેસનાં આગેવાનો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી ત્યારે લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરોને મળ્યો હતો






Latest News