મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડનું ૧૪૧ કરોડનું ટેન્ડર મંજુર કરાવતાં મંત્રી બ્રિજેશ મેરજ


SHARE







મોરબીના જેતપર રોડનું ૧૪૧ કરોડનું ટેન્ડર મંજુર કરાવતાં મંત્રી બ્રિજેશ મેરજ

મોરબીમાળીયા (મી) ના ધારાસભ્ય અને શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર અને પંચાયત (સ્વતંત્ર હવાલો)ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ બજેટમાં મોરબી પીપળીયા જેતપુર  મચ્છુ ચારમાર્ગીય રસ્તો મંજુર કરાવ્યો હતો  ત્યારબાદ જુદા જુદા તબકકે આ રસ્તાનું પ્રાથમિક સર્વેક્ષણ જમીન સંપાદરોડની મજબુતીકરણની ખેવનાસૈદ્ધાંતિક મંજુરી તથા વહીવટી મંજુરી સુધી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેરઅધિક્ષક ઇજનેર તથા મુખ્ય ઇજનેર તેમજ માર્ગ અને મકાન વિભાગના સચિવ સુધી સતત ફોલોઅપ અને વખતોવખતના ઘનિષ્ઠ પ્રયાસો થકી આ રોડને ચારમાર્ગીય કરવાના કામને ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા ૧૪૧ કરોડના ખર્ચે ટેન્ડર મંજુર કર્યુ છે

આમ મોરબી પંથકના ખૂબ જ મહત્વના એવા સીરામીક ઉદ્યોગને સ્પર્શતા આ રસ્તાની જરૂરીયાતની માંગણી સંતોષવામાં શ્રી બ્રિજેશ મેરજાને સફળતા મળી છે . હવે જ્યારે નાણાં વિભાગે ૧૪૧ કરોડના ટેન્ડરને બહાલી આપી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક એજન્સી નકકી કરી વર્કઓર્ડર આપીડિપોઝીટ ભરાવીને આ કામ તાબડતોડ હાથ ધરશે તેમ શ્રી બ્રિજેશ મેરજાએ વધુમાં જણાવેલ. આમલાંબા સમયથી આ પંથકના લોકોની આતુરતાનો અંત આવ્યો છે જે માટે શ્રી બ્રિજેશ મેરજાએ કરેલ સખત અને સતત મહેનતને સીરામીક ઉદ્યોગના અગ્રણીઓએ વધાવીને ખાસ અભિનંદન આપ્યા છે તેમજ આ રોડ ઉપર આવતાં ગામડાઓના આગેવાનોએ આ રસ્તો ચારમાર્ગીય કરવાના પ્રયાસોને મળેલ સફળતા બદલ શ્રી બ્રિજેશ મેરજાનો આભાર માન્યો છે અને આવનારા દિવસોમાં યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલુ રાખીને લોકોને વહેલામાં વહેલી તકે ચારમાર્ગીય રસ્તાની સુવિધા મળી રહે તે માટે બ્રિજેશ મેરજા સતત જાગૃત રહેશે તેવો પ્રજાને કોલ પણ આપેલ છે

જેતપર રોડનું સમારકામ શરૂ

માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોરબી-જેતપર રોડ પર આજથી ખાડા પૂરવાનું અને ડામર નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર હિતેશ અદ્રોજાએ જણાવ્યું હતું કેઆ રોડ પર આજથી ડામર પેચ મારવાનું અને જ્યાં વધુ ખાડા હોય ત્યાં ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 






Latest News