મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી માળીયા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ અવગણના કરશે તો અપક્ષ ઉમેદવાર ઊભો કરાશે: ઓબીસી એકતા મંચની ગર્જના


SHARE











મોરબી માળીયા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ અવગણના કરશે તો અપક્ષ ઉમેદવાર ઊભો કરાશે: ઓબીસી એકતા મંચની ગર્જના

આગમી વિધાના સભાની ચૂંટણીને ગણતરીના માંહીના જ બાકી રહ્યા છે ત્યારે દરેક જ્ઞાતિ સમાજના આગેવાનો તેમના સમાજ કે જ્ઞાતિને વધુમાં વધુ ટિકિટ મળે તેના માટે જોર લગાવે છે ત્યારે મોરબીમાં ઓબીસી ઉમેદવાર આપવાની માંગ સાથે હાલમાં ઓબીસી એકતા મંચ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે અને મોરબી માળીયા બેઠકના વિસ્તારમાં ઓબીસી સમાજની વસ્તી વધુ છે ત્યારે આ બેઠક ઉપર ઓબીસી સમાજમાંથી ઉમેદવારને પસંદ કરવામાં આવે તેવી ગર્જના કરવામાં આવી છે

હાલમાં ઓબીસી એકતા મંચનો એક પત્ર સોશિઅલ મીડિયામાં વહેતો કરવામાં આવેલ છે જેમાં લખ્યા મુજબ મોરબી વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં ઓબીસી સમાજના આગેવાનને આ બેઠક ઉપર ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેમાં લખ્યું છે કે, આ વિધાનસભા મત વિસ્તારમાં કાયમ માટે પાટીદાર ઉમેદવારોનું વર્ચસ્વ રહ્યું છે અને મુખ્ય બંને પક્ષો ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા પાટીદાર ઉમેદવાર જ પસંદ કરવામાં આવે છે જો ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ આ બેઠકમાં ઓબીસી સમાજની વસ્તી ઘણી છે

તો પણ ઓબીસી સમાજના લોકોએ પ્રતિનિધિત્વ કરવાની તક આપવામાં આવતી નથી નિષ્ઠાવાન ગાંધીવાદી આગેવાન ગોકળભાઇ પરમાર આઝાદી બાદ આ બેઠકનું પ્રતિનિધિત્વ સંભાળતા હતા પરંતુ ધીમે ધીમે રાજકારણમાં પલટો આવતા આ બેઠક પર એક જ સમાજના ઉમેદવારો ચૂંટાઇ રહ્યા છે ત્યારે હવે ફરી એકવાર અગામી વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીમાં મોરબી વિસ્તારના ઓબીસી સમાજના આગેવાનોએ આ બેઠક પર ઓબીસી ઉમેદવારની પસંદગી કરવામાં આવે તે માટે કમર કસી છે

આ વિસ્તારના જ્ઞાતિ ગણિતને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીમાં કોઇપણ ભોગે ઓબીસી ઉમેદવારને પોતાનો પ્રતિનિધિ બનાવી વિધાનસભામાં મોકલવા માટે ઓબીસી સમાજના આગેવાનો કૃતનિશ્ચય બન્યા છે. જ્ઞાતિ ગણિતની દ્રષ્ટિએ જોઈએ તો મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ઓબીસી સમાજમાંથી સથવારા સમાજ, આહીર સમાજ, કોળી સમાજ, પ્રજાપતિ સમાજ, માલધારી સમાજની વિશાળ વસ્તી આવેલી છે જેમાં કુલ મતદારોના ૬૫ ટકા થી વધુ મતદારો ઓબીસી સમાજ સાથે જોડાયેલા હોવા છતાં પણ ઓબીસી સમાજની અવગણના કરતાં આગેવાનોમાં આક્રોશ છે

ઓબીસી સમાજના આગેવાનોએ સાથે મળીને અગામી ચૂંટણીમાં મુખ્ય તમામ રાજકીય પક્ષોને ઓબીસી ઉમેદવારને પસંદગી કરવા માટે રજૂઆત કરવાનું નક્કી કર્યું છે અને જો તેમ નહીં થાય તો ઓબીસી સમાજના તમામ લોકો સાથે મળીને પોતાનો અલગ ઉમેદવાર ઉભો રાખશે તેવી પણ ઘોષણા આગામી સમયમાં કરવામાં આવશે તેવું ઓબીસી આગેવાનો દ્વારા જાણવા મળેલ છે. આ મોરબી વિધાનસભા મતવિસ્તારમાં પરંપરાગત એક સમાજના વર્ચસ્વને પડકારતો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે






Latest News