મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેર રસ્તો બંધ કરીને નમાજ પઢવાના ફોટો વિડિયો વાયરલ થવા મુદ્દે થયો ચોંકાવનારો ખુલાસો


SHARE







આજરોજ મોરબી શહેરમાં વાઘપરા - કબીર ટેકરી રોડ પર કોઇ માણસ રોડ ઉપર પથ્થરાઓની આડશ મુકી જાહેરમાં નમાઝ પઢતો હોવાના ફોટો અને વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલ હતો જેની માહીતી મળતા તુર્તજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટશેનના સર્વેલન્સ તથા મોબાઇલ ઇન્ચાર્જઓને બનાવ સ્થળે મોકલતા વાઘપરા રોડ પર નમાઝ પડતા ઇસમને હસ્તગત કરી મજકુર ઇસમને પોલીસ સ્ટેશન લાવી તેની પુછપરછ કરી નામ પુછતા જીતેશભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળા હોવાનુ સામે આવેલ છે અને મજકુર દેખીતી રીતે માનસીક પીડા ભોગવતો હોવાનુ જણાય છે 

જેથી તેના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવી તેના ભાઇ મનોજભાઇ હસમુખભાઇ મીરાણી તથા પત્ની આરતીબેન જીતેશભાઇ મીરાણી રહે.વસંત પ્લોટ મોરબી વાળાઓએ જણાવેલ કે છેલ્લા આઠેક માસથી માનસીક રીતે પીડાય છે તેમની સારવાર જામનગર મેન્ટલ હોસ્પિટલમાં ચાલુ છે અને આજરોજ ઘરેથી નીકળી ગયેલ હોવાનુ જણાવેલ છે . જેથી આજરોજ મોરબી શહેરમાં વાઘપરા રોડ પર કોઇ ઇસમે પત્થરાઓની આડશ કરી તે વ્યકિતએ જાહેરમાં નમાઝ પઢતો હોવાની જાણ થતા આ બાબતે મજકુર ઇસમ જીતેશભાઇ હસમુખભાઇ મીરાણી જાતે લોહાણા રહે.વસંત પ્લોટ મોરબી વાળા માનીસિક બીમારીના કારણે આવી પ્રવુતી કરેલ છે જે સંદર્ભે તેમના પરિવારને માનસિક સારવાર કરાવવા તાકીદ કરેલ છે






Latest News