મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કોયલી પાસે ટ્રેક્ટર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE







મોરબીના કોયલી પાસે ટ્રેક્ટર ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના કોયલી ગામ પાસે ડબલ સવારી બાઈકને ટ્રેક્ટર ચાલાકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મજૂર યુવાનને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે અને અકસ્માતના આ બનાવના લીધે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવેલ છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના ભાંભોર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના કોયલી ગામે રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ જોરસિંગ મૈયડ (ઉંમર ૨૨) બાઈક લઈને કોયલી ગામ પાસેથી જતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દિનેશભાઈ મૈયડને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમ્યાન આ યુવાનનું મોત નિપજ્યું છે અને તેના કૌટુંબિક ભાઈ પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક યુવાન તેના માસીના દીકરાને બાઇકમાં સાથે બેસાડીને કોયલી ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં દિનેશભાઈને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવના કારણે બે બાળકોએ હાલમાં પિતાની છત્રછાંયા ગુમાવેલ છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના માળિયા મિંયાણા ખાતે આવેલ રેલ્વે સ્ટેશન પાસે રહેતા કલ્પેશ માથુરભાઈ નીનામા જાતે આદિવાસી નામના ૨૭ વર્ષના યુવાનને તેના ઘર નજીક સાપ કરડી જતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ સિમાન્ટો સીરામીક નજીક થયેલ મારામારીના બનાવમાં ભારૂભાઈ અક્રમભાઈ ખરાડી નામના ૨૮ વર્ષના યુવાનને ઇજા થતા સારવારમાં લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માધાપરામાં શેરી નંબર-૨૬ માં રહેતા રવિ ધનજીભાઈ હડિયલ નામનો ૩૯ વર્ષનો યુવાન મોરબીના વાંકાનેર હાઈવે ઉપર લાલપર ગામ પાસેની ઓનેસ્ટ હોટલ નજીકથી જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો તાલુકા પોલીસ પથકના મહિલા એએસઆઇ જીજ્ઞાસાબેન કણસાગરાએ નોંધ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરી છે




Latest News