મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની સુમતિનાથ સોસાયટીમાં રોડના ખોદકામ બાદ કામ બંધ !: લોકો હેરાન


SHARE







મોરબીની સુમતિનાથ સોસાયટીમાં રોડના ખોદકામ બાદ કામ બંધ !: લોકો હેરાન

મોરબીની સુમતીનાથ સોસાયટીમાં પાલિકા દ્વારા ત્રણ મહિના પહેલા રોડનું કામ જે કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતુ તેના દ્વારા રોડ બનાવવા માટે રોડને ખોદી નાખવામાં આવેલ છે જો કે, ત્યાર બાદ કોઈ કારણોસર કામ આગળ વધતું જ નથી અને રોડને આડેધડ ખોદી નાખવામાં આવેલ છે જેથી કરીને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને વહેલી તકે કામ કરવામાં આવે તેવી લોકોની માંગ છે

મોરબીની સુમતીનાથ સોસાયટીમાં રોડ બનાવવા માટેના કામનું આઠ મહિના પહેલા પાલિકા દ્વારા સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરવામાં અવાયું હતું અને ત્યાર બાદ કોન્ટ્રાકટર દ્વારા પહેલી જુલાઈથી રોડને ખોદવમાં આવ્યો છે અને તેમાં પાણી તેમજ ગટરની લાઈનોને તોડી નાખવામાં આવી છે જેથી કરીને સ્થાનિક લોકો હેરાન છે અને આ તોડી નાખેલી લાઇનના રિપેરિંગ માટે કોન્ટ્રાકટરના માણસોએ સ્થાનિક લોકો પાસેથી ૨૨૦૦ રૂપિયા લીધા હતા જો કે, ચીફ ઓફિસર સુધી આ મામલો પહોચતા તેમની સૂચનાથી તમામ લોકોને તેઓના રૂપિયા પાછા આપવામાં આવેલ છે જો કે, કોન્ટ્રાકટર દ્વારા ખોદી નાખવામાં આવેલ રોડનું કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને વહેલી તકે રોડનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે




Latest News