મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સરદાર ટાવર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઈકની ચોરી


SHARE







મોરબીના રવાપર ગામે સરદાર ટાવર એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી બાઈકની ચોરી

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ સરદાર ટાવર એપાર્ટમેન્ટના પાર્કિંગમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ ન્યુ એરા સ્કૂલની સામેના ભાગમાં સરદાર ટાવર એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૧૦૧ માં રહેતા પાર્થભાઈ ગૌતમભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (૨૪) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા. ૪/૯ ના રાત્રીના ૧૧:૩૦ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના પાંચ વાગ્યા સુધીમાં તેનું બાઈક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું જે બાઈક નંબર જીજે ૩૬ ઇ ૯૨૭૮ ને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૬૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની પાર્થભાઈ ત્રિવેદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News