મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના કાછિયાગાળા ગામ પાસે બાઇક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત


SHARE







વાંકાનેરના કાછિયાગાળા ગામ પાસે બાઇક ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામ પાસે રાહદારી યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા યુવાનને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે રહેતા દેવશીભાઈ મનજીભાઈ માલકીયા જાતે કોળી (૨૭) એ હાલમાં બાઈક નંબર જીજે ૩૬ જે ૪૮૫૫ ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તા. ૧૯/૯ ના સાંજના આઠ વાગ્યાના અરસામાં તેના ભાઈ હેમુભાઈ મનજીભાઈ માલકીયા જાતે કોળી (૩૫) ચાલીને કાછીયાગાળા ગામ પાસે આવેલ એવીન કારખાના નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને હેમુભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચાલકની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News