મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની સરકારી કચેરીઓમાં કામ કરતાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ હવે પગાર મુદે મોરચો માંડ્યો


SHARE







મોરબીની સરકારી કચેરીઓમાં કામ કરતાં આઉટસોર્સિંગ કર્મચારીઓએ હવે પગાર મુદે મોરચો માંડ્યો

મોરબીની સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગથી કામ કરતાં કર્મચારીઓએ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું અને આઉટસોર્સિંગના કર્મીઓને કાયમી કર્મચારીઓને મળતાં લાભો આપવા અને યોગ્ય પગાર નીતિ માટે રજૂઆત કરી હતી

મોરબી જીલ્લામાં મોટાભાગની કચેરીઓ આઉટસોર્સિંગના સ્ટાફ આધારે જ ચાલે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી ત્યારે ગુજરાતમાં કરાર આધારિત, આઉટસોર્સ કર્મચારીઓ માટે કોઈ યોગ્ય પગાર અંગેની નીતિ નથી. જેથી તેની સાથે અન્યાય થાય છે. ત્યારે તમામ કરાર આધારિત આઉટસોર્સ કર્મચારીઓને કાયમી કરવામાં આવે અને તેને સમાન કેડરના કાયમી કર્મચારીઓની જેમ પગારના તમામ પ્રકારના લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ જીપીએફ અને સીપીએફનાં લાભો આપવાની પણ માંગ કરી છે વધુમાં તેઓએ એવિ પણ રજૂઆત કરી હતી કે, આઉટસોર્સથી ફરજ બજાવતાં કર્મચારીઓને સરકાર ૧૫૦૦૦ લેખે પગાર આપે છે જો કે, એજન્સી ૪૦૦૦ થી ૮૦૦૦ સુધીનું વેતન પે  છે અને પીએફ પણ ઘણી એજન્સી દ્વારા જમાં કરવામાં આવતું નથી. જેથી આઉટસોર્સિગના કર્મચારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી કરીને પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આઉટસોર્સિગના કર્મચારીઓને સરકાર દ્વારા એજન્સીઓ મારફત નહીં પણ સીધું જ પેમેન્ટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે 






Latest News