મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકામાં અતિ વરસાદથી લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચુકવવાની માંગ


SHARE







મોરબી-માળીયા તાલુકામાં અતિ વરસાદથી લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચુકવવાની માંગ

મોરબી અને માળીયા તાલુકા સરપંચ એશોસીએશન પ્રમુખ કાંતિલાલ મગનલાલ પેથાપરા કે જે હાલમાં બિલીયા ગ્રામ પંચાયતના સરપંચ પણ છે તેઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે કે મોરબી અને માળીયા તાલુકાના ગામોમાં થયેલ અતિશય વરસાદને લીધે લીલો દુષ્કાળ જાહેર કરી તાત્કાલીક ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તે જરૂરી છે

હાલમાં મોરબી અને માળીયા તાલુકા સરપંચ એશોસીએશનને પ્રમુખ કાંતિભાઈ પેથાપરાએ જણાવ્યુ છે કે, ટંકારના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મનોજભાઇ પનારા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા અને ગત તા. ૩-૭ થી ૭-૮ સુધી સતત અવિરત વરસાદ પડેલ છે અને જરૂરીયાત કરતા ૧૫૦ થી ૨૦૦ ટકા વરસાદ થયેલ છે અને અંદાજીત ૪૨ ઈંચથી ૪૮ ઈંચ સુધી વરસાદ પડેલ છે જેના કારણે વાવેતર કરેલ તમામ પાક નિષ્ફળ ગયેલ છે અને ખેડુતોએ બે થી ત્રણ વખત બિયારણની વાવણી કરેલ છતા પણ યોગ્ય વરાપના અભાવે ખેતી કાર્ય થઇ શકેલ નથી અને પાક નિષ્ફળ ગયેલ છે અને આજની તારીખે ૬૫ થી ૭૦ ટકા વિસ્તાર વાવેતર બાકી છે જે સઘળી હકીકતથી કૃષિ મંત્રી વાકેફ છે આ બાબતે સ્થાનીક અધિકારી તેમજ પદાધિકારી પણ વાકેફ છે તેમ છતા હજુ સુધી લીલો દુષ્કાળ જાહેર થયેલ નથી અને જરૂરી સર્વે કરવામાં આવેલ નથી જેથી કરીને સરકાર દ્વારા તાત્કાલીક સહાય ચુકવવાનાં આદેશ કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબી તાલુકાના જેપુર, નાનીવાવડી, પંચાસર, અમરાપર-નાગલપરા, મોટીવાવડી, બગથળા, બિલીયા, કાંતીપુર, મોડપર, ખેવારીયા, બરવાળા, ખાખરાળા, વિરપરડા, કેરાળી, માનસર, નારણકા, લુટાવદર, પીપળીયા, હજનાળી, બેલા, ફડસર, ફાટસર, ધુળકોટ, બાદનપર, રામનગર, ખારચીયા, જીવાપર (આ), માણેકવાળા, ગોર ખીજડીયા, વનાળીયા, મહેન્દ્રગઢ (ફગસીયા), ડાયમંડનગર, આમરણ તેમજ માળીયા તાલુકોના નાનાદહિસરા, કુંતાસી, રાજપર, મોટાદહિસરા, ભાવપર, બગસરા,  દેરાળા, નંદનવન, નવાદેરાળા, બોડકી, જીંજોડા, વર્ષામેડી, ખીરસરા, ચાંચાવદરડા, તરઘડીના ખેડૂતોને મોટું નુકશાન થયેલ છે




Latest News