મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧.૯૩ લાખની છેતરપિંડી ના ગુનામાં બે મહિલા સહિત છ આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં ૧.૯૩ લાખની છેતરપિંડી ના ગુનામાં બે મહિલા સહિત છ આરોપીની ધરપકડ

મોરબીના શનાળા રોડ ઉપર જય ડેવલોપર્સનો સ્કાય મોલમાં બેંકવેટ હોલ આવેલ છે અને સ્કાય મોલના બેંકવેટ હોલની ભાડાની રકમ ભાગીદારી પેઢીના એકાઉન્ટમાં જમા કરાવવાના બદલે અન્ય બેંકના એકાઉન્ટમાં જમા કરાવીને પેઢીના ભાગીદારોની સાથે ભાડાની રકમ ૧,૯૩,૬૦૫ ની છેતરપિંડી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને ભાગીદારોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે

મોરબીના શનાળા રોડે આવેલ સ્કાય મોલના બેંકવેટ હોલના ભાગીદાર અને મુંબઇ અંધેરી વેસ્ટ ઇરલા એસ.વી.રોડ ઉપર સી-૯૦૨, ન્યુ સર્વોતમ સોસાયટીના રહેવાસી ધવલભાઇ મુકેશભાઇ મહેતા જાતે જૈન વાણીયા (૩૩) દ્વારા તેઓની પેઢીના ભાગીદાર રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા, હનીશભાઇ અજયભાઇ શાહ, મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા અને હેતલબેન હનીશભાઇ શાહ રહે. બધા જ મુંબઇ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી કે તા. ૭/૪/૨૦૨૨ થી ૬/૭/૨૦૨૨ ના સમયગાળા દરમ્યાન મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં તેની ભાગીદારી પેઢી જય ડેવલોપર્સનો સ્કાય મોલમાં બેંકવેટ હોલ આવેલ છે અને આરોપી મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા તેમજ હેતલબેન હનીશભાઇ શાહ પણ જય ડેવલોપર્સમાં ભાગીદાર છે તેઓઆ પેઢીના કુલમુખત્યારના વહીવટી કામથી સહમત ન હતા જેથી તેઓએ આરોપી રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા અને હનીશભાઇ અજયભાઇ શાહની સાથે મળી સ્કાય મોલના બેંકવેટ હોલના ભાડાની રકમના રૂપીયા ૧,૯૩,૬૦૫ અલગ અલગ પાર્ટી પાસેથી મેળવી લીધા હતા 

જે રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતાના કહેવાથી નિલેશભાઇ વોરા તથા પંકજભાઇ દવે મારફતે બેંકવેટ હોલના બુકીંગના રૂપિયા નાણા રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા અને હનીશભાઇ અજયભાઇ શાહની ભાગીદારી પેઢી યુનિક ફુડક્રાફટ એલ.એલ.પી.ના ખાતા નંબર ૫૯૨૦૯૮૨૦૩૧૩૯૫૩ એચ.ડી.એફ.સી. બેંક મુંબઇમાં તથા કોસ્મોસ બેંકના યુનિક ફ્રુડ ક્રાફટ એલ.એલ.પી. પેઢીના બેંક એકાઉન્ટ નંબર ૦૮૩૧૦૦૧૦૨૧૪૧ મોરબીમાં જમા કરાવડાવી લીધા હતા અને ફરીયાદીએ આ રકમ જય ડેવલોપર્સની પેઢીમાં ટ્રાન્સફર કરી જમા કરાવવા અવાર નવાર કહેવા છતા આરોપીઓએ ભાડાની રકમ માંગવાનુ ભુલી જજો અને હવે પછી જો આ રૂપીયાની માંગણી કરશો તો સારવાટ રહેશે નહી. તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આમ જય ડેવલોપર્સ પેઢીને આપવાની થતી ભાડાની રકમ ઓળવી જઇ ફરીયાદી તથા અન્ય ભાગીદારો સાથે વિશ્વાસઘાત કરેલ જેની તપાસમાં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી. રાણા દ્વારા આરોપી રજનીકાંતભાઇ હિમંતલાલ મહેતા (૭૪), હનીશભાઇ અજયભાઇ શાહ (૪૦), મંજુલાબેન રજનીકાંતભાઇ મહેતા (૭૦) હેતલબેન હનીશભાઇ શાહ (૩૮), નિલેષભાઈ પ્રિયકાંત વોરા (૪૭) અને પંકજ લક્ષ્મીશંકર દવે (૬૧) રહે. બધા જ મુંબઇ વાળાની વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે






Latest News