મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે જૈન યુવક મંડળ દ્વારા સંઘજમણ- રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ


SHARE







મોરબીમાં રવિવારે જૈન યુવક મંડળ દ્વારા સંઘજમણ- રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

મોરબી આગામી રવિવારે સ્થાનાકવાસી જૈન યુવક મંડળ દ્વારા પર્યુષણ પર્વ પૂર્ણ થતા જૈન સમાજના લોકો માટે સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જ રીતે રવિવારે મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહ અને રઘુકુળ મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યુષણ પર્વની પુર્ણાહુતી બાદ સ્થાનાકવાસી જૈન યુવક મંડળ દ્વારા સ્વામી વાત્સલ્ય સંઘજમણનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે તા. ૧૧ ને રવિવારના રોજ ૧૧:૩૦ કલાકે સંઘજમણનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ દશશ્રીમાળી વણિક જ્ઞાતીની વાડી સરદાર રોડ બેન્ક ઓફ બરોડા સામે સંઘજમણ રાખવામા આવ્યું છે અને પાછળના દરવાજેથી એન્ટ્રી રાખવામા આવી છે તેવું સંસ્થાના પ્રમુખ મનોજભાઈ ડી.દેસાઈ અને મંત્રી રાજુભાઇ એમ. ગાંધીએ જણાવ્યુ છે

તો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતી સન્માન સમારોહ અને રઘુકુળ મોબાઇલ એપનું લોકાર્પણ કાર્યક્રમનું સાંજે ૪:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ જશરાજભાઇ ઘેલાણીના હસ્તે કરવામાં આવશે. અને પ્રમુખ સ્થાને ડો. પરીક્ષિત ગુલાબરાય જોબનપુત્રા, અતિથિ વિશેષપદે નીરવ કાંતિલાલ માનસેતા હાજર રહેશે જેથી કરીને ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમમાં જ્ઞાતિજનોને આવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News