મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા રામનામ જપ મહાયજ્ઞ શરૂ


SHARE







મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા રામનામ જપ મહાયજ્ઞ શરૂ

શ્રી રામધામ આશ્રમ ટ્રસ્ટ દેવળિયા સંચાલિત મોરબી મુકામે પૂજ્ય સંતશ્રી નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પૂરી કરવા ૧૩ માસનું અનુષ્ઠાન એટલે અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનો તા.૫ સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ ગયેલ છે અને આ મહાયજ્ઞ ૧૩ માસ સુધી ચાલશે.

જે અખંડ ધૂન નિમિતે પંચકુંડી શ્રી હનુમાનજી રુદ્રી મહાયજ્ઞ, અખંડ જ્યોત શોભાયાત્રા, શ્રી હનુમાન ચાલીસા પાઠ, ધ્વજા પૂજન, જ્ઞાનસભા, સંત સમારોહ અને સ્ટેજ પ્રોગ્રામ યોજાશે જેમાં સોમવારે ભાવિ શોભાયાત્રા નીકળી હતી જે અખંડ રામધુન સ્થળ પર પૂરી કરવામાં આવી હતી મોરબી વાવડી રોડ ઉપર ગોકુલ ફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે આ મહાયજ્ઞ ચાલી રહ્યો છે જે ધાર્મિક મહોત્સવ શરૂ કરવામાં આવ્યો ત્યારે અધ્યક્ષસ્થાને પ.પુ.ડો. રામેશ્વરબાપુ હરિયાણી, ઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રતિનિધિ તરીકે પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, પૂર્વ પ્રમુખ બી.એચ. ઘોડાસરા, હંસરાજ હાલપરા, નારણભાઇ ભાડજા, વિનુભાઈ ગોરધનભાઈ તન્ના અને રવિન્દ્રભાઈ ગીરધરલાલ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જ્ઞાતિના આગેવાનો, સમાજ શ્રેષ્થીઓ, તેમજ રાજકીય અગ્રણીઓને અખંડ જ્યોતમાં દિવેલ પૂરવા તેમજ ધર્મસભામાં સહભાગી બનવા માટે આવ્યું હતા અને આગામી દિવસોમાં જ્યાં સુધી આ મહાયજ્ઞ ચાલુ છે ત્યાં સુધી તેના દર્શનનો લાભ લેવા માટે સંત નાથાબાપા ભગતવતી, બાબુભાઈ ભીમજીભાઈ ગોપાણી, રમેશભાઇ જીવરાજભાઈ રાણીપા તેમજ તમામ પ્રતિનિધિઓએ આમંત્રણ પાઠવ્યુ છે.




Latest News