મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે યોજાનાર કથા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈને શુભકામનાઓ પાઠવી


SHARE







મોરબીમાં કોરોનામાં અવસાન પામેલા લોકોના મોક્ષર્થે યોજાનાર કથા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈને શુભકામનાઓ પાઠવી

મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોના સમયે અવસાન પામેલા લોકોના મોક્ષર્થે કથાનું આયોજન કર્યું છે જેનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતુ જેથી કરીને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કાંતિભાઈ અમૃતિયાને કથાના આયોજન માટે શુભકામનો પાઠવી છે

કોઈપણ કુદરતી આફતમાં અસરગ્રસ્તો માટે સક્રિય યોગદાન માટે હંમેશા તત્પર માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના અત્યંત કપરા સમયમાં દવાઓ અને આર્થિક યોગદાન સાથે સમગ્ર વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. અને મહાવિનાશક કોરોનામાં લોકોના સંખ્યાબંધ સગા સંબંધીઓના અવસાન થયા હતા અને કદાચ એમના અંતિમ સંસ્કાર પણ આપણી પરંપરા કે વિધિ મુજબ કરી શક્યા નથી. એવા સમયે કાંતિભાઈ અમૃતિયાએ સંકલ્પ કર્યો કે, કોરોનામાં હતભાગી થયેલા આપણા ભાઈઓ બહેનોના મોક્ષાર્થે-સ્મરણાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવું છે

આ સંકલ્પના અનુસંધાનમાં ગુજરાતનું ગૌરવ, દેવભાષા સંસ્કૃતનું જતન-સંવર્ધન કરી રહ્યા છે એવા પ્રખર ભગવદાચાર્ય પરમ આદરણીય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે આગામી ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. અને આ કથા માટે મોરબી અને માળીયા તાલુકામાં લોકોને ગામડે ગામડે જઈને કાંતિભાઈ અને તેની ટીમ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે આટલું જ નહીં કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય હતા ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા જેથી કરીને તેઓને તેની સાથે પરિવારિક સબંધ છે જેથી કરીને તેઓએ આ કથા માટે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમંત્રણ મોકલાવ્યું હતું જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને કાંતિભાઈ અમૃતિયાને કથાના આયોજન માટે શુભકામનો પાઠવી છે




Latest News