ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જેઠ-જેઠાણીનો જમીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં પરિણીતાના આપઘાતના બનાવમાં જેઠ-જેઠાણીનો જમીન ઉપર છુટકારો

મોરબીના ખત્રીવાડમાં પરણીતાએ આપઘાત કર્યો હતો જેથી કરીને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે મહિલાના પતિ સહિત જે તે સમયે ચાર આરોપીની ધરપકડ કરેલ હતી અને આ ગુનામાં આરોપી જેઠની હાઇકોર્ટમા જમીન અરજી મૂકવામાં આવી હતી જેના આધારે તેનો જામીન ઉપર છુટકારો થયેલ છે અને જેઠાણીનો આગોતરા જામીન ઉપર છુટકારો થયેલ છે

મોરબીના ખત્રીવાડમાં થોડા સમય પહેલા વર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ (૨૨)એ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી મૃતક મહિલાના પિતા સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડાએ તેમના જમાઈ પ્રકાશભાઇ ગીરીશભાઇ ચૌહાણ, યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણ (જેઠ), કલાવતીબેન ગીરીશભાઇ ચૌહાણા (સાસુ) અને અવનીબેન યોગેશભાઇ ચૌહાણ (જેઠાણી) રહે.બધા ખત્રીવાડ શેરી નં.-૨ મોરબી સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓ જેલ હવાલે કરવામાં આવ્યા હતા

 

વધુમાં વકીલ પાસેથી મળતી માહિતી મુજબ અવાર-નવાર ઘરકામ બાબતે તેમજ લગ્ન થયાના ચારેક વર્ષ થવા છતા બાળક કેમ થતુ નથી..? તેવા મેંણાટોંણા મારીને દુ:ખત્રાસ આપતા હતા જેથી સુરેશભાઈ ભીમજીભાઇ ચાવડાની દીકરીએ આપઘાત કર્યો હતો આ ગુનામાં પકાયેલ યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણની હાઇકોર્ટમા રેગ્યુલર જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મહેનાઈઝબેન પરમાર દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાનમાં લઈને કોર્ટે યોગેશભાઇ ગીરીશભાઇ ચૌહાણના ૧૦,૦૦૦ ના જામીન મંજૂર કરવામાં આવેલ છે અને અગાઉ મૃતકની જેઠાણી અવનીબેન યોગેશભાઈ ચૌહાણની આગોતરા જામીન અરજી પણ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે.




Latest News