મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની શ્રી રંગપર માધ્યમિક શાળા દ્વારા ઘનશ્યામસિંહ ઝાલાનું સન્માન


SHARE







મોરબીની શ્રી રંગપર માધ્યમિક શાળા દ્વારા ઘનશ્યામસિંહ ઝાલાનું સન્માન

મોરબી તાલુકાના રંગપર ગામે આવેલ શ્રી રંગપર માધ્યમિક શાળા દ્વારા થોડા દિવસો પહેલા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને આ સન્માન સમારોહ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયેલા અને ખાસ કરીને રાજસ્થાનના ઉદયપુર ખાતે આવેલ નારાયણ સેવા સંસ્થાના સક્રિય કાર્યકર અને નારાયણ સેવા સંસ્થાના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ એવા રંગપર ગામમા જ વતની ઘનશ્યામસિંહ સજુભા ઝાલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.મોરબીના રંગપર ગામે આવેલ શ્રી મરવડ કેળવણી મંડળ સંચાલિત શ્રી રંગપર માધ્યમિક શાળાનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં સમાજસેવા કરવા બદલ શાળાના પૂર્વ વિદ્યાર્થી એવા ઘનશ્યામસિંહ સજુભા ઝાલાનું સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે ગામના આગેવાન અને શ્રી મરવડ કેળવણી મંડળ રંગપરના પ્રમુખ દિલુભા ઝાલા, શાળાના આચાર્ય એન.એમ.સદાતીયા, ગામના સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, બ્રહ્મઅગ્રણી એન.એન.ભટ્ટ, રાજપુત સમાજના આગેવાન જ્યોતિસિંહ જાડેજા, શિક્ષક દિનેશભાઈ વડસોલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. શાળામાં ભણી ચૂકેલા અને હાલ વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા લોકોને આમંત્રિત કરીને શાળા પરિવાર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું જે દરમિયાન ઘનશ્યામસિંહ ઝાલાનું પણ સન્માન કરાયું હતું.






Latest News