મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા શ્રી રામનામ જપ મહાયજ્ઞનો સોમવારથી પ્રારંભ


SHARE







મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા શ્રી રામનામ જપ મહાયજ્ઞનો સોમવારથી પ્રારંભ

શ્રી રામધામ આશ્રમ ટ્રસ્ટ દેવળિયા સંચાલિત મોરબી મુકામે પૂજ્ય સંતશ્રી નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પૂરી કરવા ૧૩ માસનું અનુષ્ઠાન એટલે અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનો તા.૫ સપ્ટેમ્બરથી પારંભ થશે જે મહાયજ્ઞ ૧૩ માસ સુધી ચાલશે.

જે અખંડ ધૂન નિમિતે પંચકુંડી શ્રી હનુમાનજી રુદ્રી મહાયજ્ઞ, અખંડ જ્યોત શોભાયાત્રા, શ્રી હનુમાન ચાલીસા પાઠ, ધ્વજા પૂજન, જ્ઞાનસભા, સંત સમારોહ અને સ્ટેજ પ્રોગ્રામ યોજાશે જેમાં તા.૫ ના રોજ સવારે ૫ થી ૧ વાગ્યા સુધી મહાયજ્ઞ, સવારે ૮ :૩૦ થી ૧૧: ૩૦ સુધી શોભાયાત્રા, જે રાજપર, મોરબી નરસંગ મંદિરે આરતી કરીને અખંડ રામધુન સ્થળ પર પહોંચશે બપોરે ૧૨: ૩૦ કલાકે ફળાહાર પ્રસાદ તેમજ બપોરે ૧: ૩૦ થી ૩ સુધી હનુમાન ચાલીસા પાઠ, બપોરે ૩: ૩૦ થી ૬: ૪૫ સુધી જ્ઞાનસભા, સાંજે ૬: ૪૫ કલાકથી અખંડ શ્રી રામધન પ્રારંભ થશે અને સાંજે ૭ કલાકે મહાપ્રસાદ યોજાશે જે કાર્યક્રમ ગોકુલ ફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ, વાવડી રોડ મોરબી ખાતે યોજાશે.જે ધાર્મિક મહોત્સવમાં અધ્યક્ષસ્થાને પ.પુ.ડો. શ્રી રામેશ્વરબાપુ હરિયાણી, શ્રી ઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રતિનિધિ તરીકે પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા, પૂર્વ પ્રમુખ બી.એચ.ઘોડાસરા, હંસરાજ હાલપરા, નારણભાઇ ભાડજા, વિનુભાઈ ગોરધનભાઈ તન્ના અને રવિન્દ્રભાઈ ગીરધરલાલ જોશી સહિતના ઉપસ્થિત રહેશે.તમામ જ્ઞાતિના આગેવાનો, સમાજ શ્રેષ્થીઓ, તેમજ રાજકીય અગ્રણીઓને અખંડ જ્યોતમાં દિવેલ પૂરવા તેમજ ધર્મસભામાં સહભાગી બનવા સંત શ્રી નાથાબાપા ભગતવતી બાબુભાઈ ભીમજીભાઈ ગોપાણી, રમેશભાઇ જીવરાજભાઈ રાણીપા તેમજ તમામ પ્રતિનિધિઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.






Latest News