તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના નેજા હેઠળ સરકારી કર્મચારીઓની મહારેલી યોજાઇ


SHARE











મોરબી જિલ્લામાં ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના નેજા હેઠળ સરકારી કર્મચારીઓની મહારેલી યોજાઇ

નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યના આહવાન અન્વયે મોરબીના લાલબાગથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલી નિકળી હતી ત્યારે મોરબીમાં જૂની પેન્શન યોજના, સાતમા પગાર પંચના ભથ્થા તેમજ એચ ટાટા આચાર્યોના પ્રશ્નો બાબત શિક્ષકો અને અન્ય કર્મચારીઓની મહારેલી યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં જુદાજુદા વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ જોડાયા હતા

મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓની રજુઆત અને માંગણી અન્વયે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓનો સંયુક્ત મોરચો નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજ્યના અહવાનને ધ્યાનમાં રાખી ખુબજ બહોળી સંખ્યામાં પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો, એચ ટાટા મુખ્ય શિક્ષકો,તેમજ સરકારના તમામ ખાતાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની માંગણી અને લાગણી છે કે વર્ષ ૨૦૦૦ પછી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી ખુબજ આર્થિક નુકશાન ભોગવવું પડે છે

સરકારી કર્મચારીઓ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી સેવા નિવૃત થાય છે ત્યારબાદ એમના બુઢાપાના સહારા રૂપ જૂની પેંશન યોજના બંધ કરી દીધી હોય આ મોંઘવારીના યુગમાં નિવૃત કર્મચારીઓને જીવન વિતાવવું દોહ્યલું બની જતું હોય, તેમજ નવી પેન્શન યોજનામાં શરૂઆતમાં સી.પી.એફ. એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખુબજ જટિલ હોય એકાઉન્ટ ખુલવામાં પણ ખુબજ સમય લાગે છે, વળી જ્યારે કર્મચારી નિવૃત થાય છે ત્યારે એમના કપાતના હકના નાણાં મેળવવામાં પણ ખુબજ મુશ્કેલીઓ પડે છે આજના કર્મચારીઓ શરૂઆતમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતો હોય નિવૃત્તિ પછી એ સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકે એ માટે જૂની પેન્શન યોજના ઓપીએસ પુન:સ્થાપિત કરવાની અને જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવા માટેની તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી તેમજ સાતમા પગાર પંચ મુજબના ભથ્થા તેમજ એચ ટાટા મુખ્ય શિક્ષકોના વિવિધ પ્રશ્નો ખાતામાં દાખલ તારીખ, જન્મ તારીખ અને નિમણુંક તારીખના આધારે સિનિયોરિટી ગણવી એચ ટાટા મુખ્ય શિક્ષક પસંદગી કેમ્પમાં યોગ્ય સ્થળ ન મળતા પસંદગીમાં અસંમતી દર્શાવેલ છે

એમના ઉ.પ.ધો. મંજુર કરાવવા અજમાયસી ગાળો પૂર્ણ થઈ ગયો હોય નિયમિત કાયમી હુકમ કરાવવો, ઓવર સેટ અપ થયેલ મુખ્ય શિક્ષકોને માતૃ શાળા આપવી,વિદ્યાર્થીઓની સંખ્યાનો રેશિયો ઘટાડી મુખ્ય શિક્ષકોની નિમણુંક આપવી.ઓવર સેટ અપ કિસ્સામાં મુખ્ય શિક્ષકોને જિલ્લાફેર મુકવાના બદલે જિલ્લામાં જ સમાવવા કે.ની.શિક્ષણ અને ટી.પી.ઈ.ઓ.ના પ્રમોશન આપવા, એચ ટાટા મુખ્ય શિક્ષકના બદલી કેમ્પ યોજવા વગેરે પ્રશ્નો સરકાર સમક્ષ પહોંચાડવા મોરબીના લાલબાગ તાલુકા સેવાસદનથી શરૂ કરી જિલ્લા સેવાસદન સુધી મહારેલી નીકળી હતી અને કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.રેલીને સફળ બનાવવા તમામ તાલુકામાંથી ખુબજ મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી.






Latest News