મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં ફોનમાં વાત કેમ નથી કરતી કહીને માતા-પુત્રીને ત્રણ કૌટુંબિક ભાઈઓએ ધોકા વડે માર માર્યો


SHARE











માળીયા (મી)માં ફોનમાં વાત કેમ નથી કરતી કહીને માતા-પુત્રીને ત્રણ કૌટુંબિક ભાઈઓએ ધોકા વડે માર માર્યો

માળીયા મીયાણાના રોલિયા વાંઢવિસ્તારની અંદર રહેતી માતા અને પુત્રીને ત્રણ કૌટુંબિક ભાઈઓએ ફોનમાં વાત કેમ કરતી નથી તેવું કહીને ગાળો આપી હતી અને ત્યાર બાદ ધોકા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં ભોગ બનેલ મહિલા દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણામાં આવેલ રોલિયા વાંઢ વિસ્તારમાં રહેતા હનીફાબેન દાઉદભાઈ સામતાણી (ઉંમર ૪૨) એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓના કૌટુંબિક ભાઈ ઇબ્રાહીમભાઇ યુસુફભાઈ સામતાણી, અલ્તાફભાઈ યુસુફભાઈ સામતાણી અને હુસેનભાઇ યુસુફભાઈ સામતાણી રહે. બધા અંજાર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે હુસેનાબેન કેમ અમારી સાથે ફોનમાં વાત કરતા નથી તેવું કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ આરોપીઓએ તેના હાથમાં રહેલ ધોકા વડે ફરીયાદી હનીફાબેન અને તેની દીકરી હુસેનાબેનને માર માર્યો હતો જેથી કરીને ફેક્ચર જેવી ઇજાઓ થઈ હતી અને બંને મહિલાઓને ત્રણેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા મહિલાઓને સારવારમાં ખસેડવામાં આવી હતી અને ત્યાર બાદ હનીફાબેને માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના કૌટુંબિક ભાઇઓની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે વધુમાં ફરિયાદી મહિલાના ભાઈ અનવરભાઇ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, હનીફાબેન બહેનની દીકરી હુસેનાબેનના સમાખીયારી લગ્ન થઈ ગયા છે તો પણ આરોપી ઇબ્રાહીમભાઇ યુસુફભાઈ સામતાણી તેને ફોન કરતો હતો જેથી હુસેનાબેન તેની સાથે વાત ન કરતાં રોષ રાખીને માતા અને દીકરીને માર માર્યો છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરની ભાટિયા સોસાયટી પાસે મહાવીર પાર્કમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ચંદુભાઈ હાલાણી જાતે લોહાણા (ઉંમર ૪૫) એ કાર નંબર જીજે ૨૭ બીએસ ૨૨૮૪ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકાનસર ગામ પાસે કૃષ્ણ વિજય કારખાના સામેની કટમાંથી કાર ચાલકે બેફિકરાઈથી પોતાની કાર હંકારી હતી અને ફરિયાદીના ભાઈના બાઈક નંબર જીજે ૩ સીએલ ૩૮૨૫ ને હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના ભાઈને ઈજાઓ થઈ હોવાથી તેને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હોય હાલમાં ઇજાગ્રસ્ત વ્યક્તિના ભાઈની ફરિયાદ લઈને પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News