તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જીલ્લામાં ઠેરઠેર ધામધુમથી કરાયું ગણેશજીનું સ્થાપન: પૂજન અર્ચન શરૂ


SHARE











મોરબી શહેર અને જીલ્લામાં ઠેરઠેર ધામધુમથી કરાયું ગણેશજીનું સ્થાપન: પૂજન અર્ચન શરૂ

દુંદાળા દેવ ગણેશજીનો ઉત્સવ એટલે કે ગણેશોત્સવ શરૂ થઇ રહ્યા છે જેથી મોરબીના માર્કેટમાં જુદીજુદી જગ્યાઓ ઉપર ગણેશજીની અવનવી મૂર્તિઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે છેલ્લા એક દાયકાથી મોરબીમાં ગણેશોત્સવનું પ્રમાણ વધી રહ્યું છે જો કે, વર્ષો પહેલા મોરબીમાં સામાકાંઠે એક માત્ર પરશુરામ પોટરી ખાતે એક જ ગણેશોત્સવનું આયોજન કરવામાં કરવામાં આવતું હતું હવે શેરીએ શેરીએ અને ગલ્લીએ ગલ્લીએ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે જેથી દર વર્ષે મોટી સંખ્યામાં ગણેશજીની મુર્તીઓનું વેચાણ થાય છે દરમ્યાન આ વર્ષે ખાસ કરીને બજરંગ ગણેશ, શિવગણેશ સહિતની મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ છે ગણેશજીની નાની મુર્તિ ઘરે લઇ જઈને તેનું સ્થાપના કરવામાં આવ્યું છે અને પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે

ગણપતિ દાદાની ઠેરઠેર સ્થાપન કરવામાં આવી છે અને શેરી ગલીઓમાં પંડાલ નાખીને લોકો પૂજન અર્ચન કરી રહ્યા છે ખાસ કરીને મોરબીમાં સિદ્ધિ વિનાયક કા રાજા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે આ ઉપરાંત રામકો બંગલો પાસે પટેલ ગ્રૂપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કાલિકા પ્લોટ, સવાસર પ્લોટ, જુના, નવા બસ સ્ટેન્ડ, સ્ટેશન રોડ, કાયાજી પ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ, અવની ચોકડી સહિતના વિસ્તારોમાં અને જુના મહાજન ચોક, રામચોક, સામાકાંઠે રિલીફ, રોટરી, જનકલ્યાણ, રામકૃષ્ણનગર વર્ધમાન નગર, સોઓરડી, જુના અને નવા ગુ.હા. બોર્ડ સહિતના વિસ્તારોમાં વાજતે ગાજતે ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે

શ્રી રાજ શક્તિ સેવા સંગઠન દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.તો મોરબીની ધર્મપ્રેમી જનતાને દર્શનનો લાભ લેવા પુર્વ પાલીકા પ્રમુખ અનોપસિહ જાડેજાએ અપીલ કરેલ છે.તેમજ મોરબીના રવાપર રોડ પર આવેલ માણેક સોસાયટી બાલાજી એપાર્ટમેન્ટની સામે બાલાજી ગૃપ કા રાજાનું ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.જેમાં દરરોજ સવાર સાંજ મહાઆરતી કરવામાં આવે છે. ત્યાર બાદ પ્રસાદ અને ગરમા ગરમ નાસ્તો પણ તમામ શ્રધાળુઓ માટે રાખવામાં આવેલ હોય આગામી તા.૨-૯ ના રોજ પ્રિસિદ્ધ દિવ્યાંગ સેલિબ્રિટી કમો ઉર્ફે કમલેશ દલવાડી ખાસ મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે.ત્યારે આ અવસરે ખાસ બાલાજી ગૃપ દ્વારા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે પાઠવવામાં આવે છે.વધુ વિગતો માટે આયોજક સમિતીના સચિનભાઇ કાનાબાર (મો.૯૭૨૬૧ ૨૨૦૦૯) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.

વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના વાવડી રોડ પર રહેતા કાર્યકર્તા દ્વારા વાવડી રોડ ઉપર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી છે.આ ગણપતિ મહોત્સવ તા.૩૧-૮ થી તા.૯-૯ સુધી ચાલસે.મોરબીની ધર્મપ્રેમી જનતાને વિઘ્નહર્તા ગણપતિદાદાના દર્શન અને આરતીનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.મોરબીના ઉમિયાપાર્કના ગેઈટ પાસે, વાવડી રોડ, મોરબી ખાતે આ આયોજન કરવામાં આવેલ છે.મોરબીમાં સોઓરડી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળને ધ્યાનમાં રાખીને કોઈપણ કાર્યક્રમ કે ઉત્સવો કરી શક્યા ન હોય ચાલુ વર્ષે કોરોના શાંત થતા ગણેશ મહોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે મોરબીમા સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં વિષ્ણુ જે.મજેઠીયા દ્વારા પોતાના ધરે જ ગણેશ ઉત્સવની સ્થાપના કરીને પુજા અર્ચના કરવામાં આવી રહી છે રોજ આરતી પુજા અર્ચના કરવામાં આવશે તેનો લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાંજય માતાજી ગ્રૂપ દ્વારા હાઉસિંગ બોર્ડ કા રાજાનું આયોજન કરવામાં આવ્યું છે જેના દર્શનનો લાભ લેવા માટે ગ્રૂપ વતી યોગીરાજસિંહ જાડેજાએ આમંત્રણ આપ્યું છે

સેનવીસ સિરામિકમાં ગણેશજીનું સ્થાપન

વિઘ્નહર્તા શ્રી ગણપતિ મહારાજની સ્થાપના કરીને પુજન અર્ચન કરવામાં આવી રહ્યુ છે ત્યારે મોરબીમાં પણ સિરામીક ફેકટરીઓ, સોસાયટીઓ અને એપાર્ટમેન્ટોમાં ઠેરઠેર ગણેશજીનું સ્થાપન કરીને દુંદાળાદેવનું ભાવપુર્વક પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે. મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સેનવીસ સિરામિક પ્રાઈવેટ લીમીટેડ કારખાનેદાર અરવિંદભાઇ પનારા સહિતના ભાગીદારો તેમજ સ્ટાફ દ્રારા યુનિટ ખાતે ગણપતિજીનું ભકિતભાવપૂર્વક સ્થાપન કરવામાં આવેલ છે અને દાદાનું પુજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે






Latest News