મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા એહમદ શાહ વલી (ર.અ) ના ઉર્સ મુબારક ની તડામાર તૈયારીઓ, મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ


SHARE







શહેનશાહે મોરબી હજરત કુતુબ બાવા એહમદ શાહ વલી (ર.અ) ના ઉર્સ મુબારક ની તડામાર તૈયારીઓ, મુસ્લિમ બિરાદરોમાં અનેરો થનગનાટ

દર વર્ષની મુજબ આ વર્ષ પણ હજરત કુતુબ બાવા અહેમદ શાહ સરકારનો ઉર્સ મુબારક બહુજ સાનો સોકતથી ઉજવવાનું આયોજન કરેલ છે અંગ્રેજી તારીખ -૧-૯-૨૦૨૨- ગુરૂવાર અને મુસ્લિમ ચાંદ -૩- ના રોજ નૂરાની જલસો રાખેલ છે.સાંજે ચાર વાગ્યે શહેર ખતીબ રસીદમીયાબાપુ તથા મુસ્લિમ બિરાદરો દ્વારા સંદલ શરીફ ચઢાવવામાં આવશે. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે આમ ન્યાજ  (મહાપ્રસાદ) નું પણ જોરદાર આયોજન કરેલ છે ન્યાજમાં ભાઈઓ માટે બાવા અહેમદશા દરગાહ મેદાનમાં અને બહેનો માટે અલગ મેમણ સમાજના જમાખાના મેમણ શેરીની બાજુમાં રાખવામાં આવેલ છે સાથેસાથે રાત્રે ઈશાની નમાજ બાદ કિબલા હસમતિ મૌલાના આદમના વાઈજશરીફનો પણ જલસો રાખેલ છે.વાહેજ પહેલા પેસ ઈમામ નજીરમીયા બાપુ બુખારી પોતાની જોશીલી જુબાનથી નાત શરીફ પણ પેસ કરશે તો આ મુબારક મોકા ઉપર તશરીફ લાવવા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશીકે બાવા અહેમદશા ગ્રુપ તરફથી જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે.




Latest News