મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં કામ દરમિયાન મશીનમાં માથું આવી જતા મહિલા રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીમાં કામ દરમિયાન મશીનમાં માથું આવી જતા મહિલા રાજકોટ ખસેડાયા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલું ગડદા (સિમેન્ટ બ્લોક) પાડવાના કારખાનામાં ગડદા પાડવાના મશીનના માથું આવી જવાથી ગંભીરપણે ઘવાયેલા વસંતીબેન કમલેશભાઈ ભાંભર નામની ૩૫ વર્ષીય મજુર મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાં પ્રાથમિક સારવાર આપી તેણીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.જ્યારે મોરબીના શારદારનગર ગામના હંસાબેન રાયધનભાઈ કુંઢીયા નામના ૪૮ વર્ષના મહિલાને ગોરખીજડીયા ગામ પાસે વાહનમાં જતા સમયે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થતા સારવારમાં લઈ જવામાં આવ્યા હતા. તે રીતે જ જાંબુડીયા ગામના રજની ગોવિંદભાઈ ચાવડા નામના ૨૫ વર્ષીય યુવાનને (હુન્ડાઇ) hyundai ના શોરૂમ પાસે જાંબુડીયા નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રમેશ ડાયાભાઈ પરમાર નામનો ૨૭ વર્ષેનો યુવાન ઢુવાના ઓવરબ્રીજ પાસેથી જતો હતો ત્યાં રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા થતા તેને પણ સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીની મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા હશનભાઈ સલેમાનભાઇ જામ નામના ૪૫ વર્ષના યુવાનને પીપળીયા ચોકડી પાસે મારામારીના બનાવમાં ઈજા થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે ધાંગધ્રાના રહેવાસી મોહિત અશોકભાઈ જાદવ નામના ૨૬ વર્ષના યુવાનને ધાંગધ્રાના એસટી બસ સ્ટેશન પાસે મારામારીના બનાવમાં ઇજા થતાં તેને પણ સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જીવાપર ગામ પાસે આવેલા એક્યુસ્ટોન કંપનીમાં રહેતો અને મજૂરી કામ કરતો ઉમેદ ઈશ્વરભાઈ બ્રાહ્મણ નામનો ૨૬ વર્ષનો યુવાન કોયો સિરામીકની પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થવાથી તેને ઇજાઓ તથા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.જ્યારે મોરબીના માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માતના બનાવમાં પ્રેમસિંગ નેતાસિંગ સોઢા અને સરદારસિંહ ભૂરોસિંગ સોઢા રહે.બંને રવિપાર્ક સસાયટી મયુર સોસાયટી પાસે ત્રાજપર નજીક સામાકાંઠે મોરબી-૨ વાળાઓને ઇજા થતા તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના વજેપરમાં રહેતા કાંતાબેન બેચરભાઈ પરમાર નામના ૬૯ વર્ષીય વૃદ્ધા બાઇકમાં બેસીને પરત ઘરે જતા હતા ત્યારે ડાભીનગર પાસે તેઓનું બાઈક સ્લીપ થતા ઇજા થતા સારવારમાં લઈ જવાયા હતા.




Latest News