મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂકંપ સમયે નવા બનેલા ગામના લોકોને પ્લોટની સનદ આપવા સીએમને રજૂઆત


SHARE







મોરબીમાં ભૂકંપ સમયે નવા બનેલા ગામના લોકોને પ્લોટની સનદ આપવા સીએમને રજૂઆત

ગુજરાતમાં ૨૦૦૧ માં ભૂકંપ આવ્યો હતો ત્યારે ઘણા ઘર પડી ગયા હતા જેથી કરીને તે સમયે તાત્કાલિક જૂના ગામની બાજુમાં નવા ગામ બનાવવામાં આવ્યા હતા જો કે, ભૂકંપમાં નવા બનેલા ગામોના મકાનોના પ્લોટની સનદો હજુ સુધી આપવામાં આવી નથી જેથી કરીને આ મુદે સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં ઘણા ગામો ભૂકંપમાં પડી ગયા હતા જેથી કરીને તાત્કાલિક નવા ગામો બનાવવાની કાર્યવાહી કરીને નવા ગામોના ગામ તળ મંજુર કરવામાં આવેલ હતા. અને લોકોએ તે નવા ગામમાં પોતાના મકાનો બનાવેલ છે અને હાલમાં ત્યાં જ રહે છે. પરંતુ આવા ઘણા ગામોમાં સરકાર દ્વારા લોકોને પોતાના મકાનાના પ્લોટની સનદ હજુ સુધી આપવામાં આવેલ નથી. જેમાં જીવાપર (ચ.) માંથી નવા બનેલ કેશવનગરનો છે. આવા બીજી પણ ઘણા ગામ હશે જેથી કરીને આ તમામ ગામના લોકોને પ્લોટની સનદો તાત્કાલિક આપવામ આવે તેવી માંગ કરી છે અને જો સરકાર દ્વારા આ કામ નહીં કરવામાં આવે તો લોકોને સાથે રાખીને ના છુટકે આંદોલન કરવામાં આવશે 




Latest News