મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડના બે વેપારીઓને ચેક રિટર્નના કેસમાં કોર્ટે ફટકારી સજા


SHARE











હળવદ માર્કેટ યાર્ડના બે વેપારીઓને ચેક રિટર્નના કેસમાં કોર્ટે ફટકારી સજા

હળવદ માર્કેટ યાર્ડના જુદાજુદા બે વેપારી દ્વારા રોકડા હાથ ઉછીના રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સામે ચેક આપવામાં આવ્યા હતા જે ચેક રિટર્ન થયા હોવાથી હળવદની કોર્ટમાં કેસ ચાલી ગયા હતા જે બંનેમાં ફરીયાદીને રકમ ચૂકવી આપવાનો આદેશ કરીને આરોપીને સજા ફટકારવામાં આવી છે

હળવદ માર્કેટ યાર્ડમાં પ્રજાપતિ ટ્રેડીંગ કંપની ધારાવતા મનસુખભાઈ ઓધડભાઈ પ્રજાપતિને હાથ ઉછીની રૂપિયા પરત આપવા માટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈ રહે. મોવૈયા વાળાએ એકસીસ બેંકની પડધરી શાખાનો ૨,૨૭,૪૧૨ નો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા મનસુખભાઈ ઓધડભાઈએ લીગલ નોટીસ આપી હતી અને હળવદની કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે અંબિકા કોટનના પ્રોપરાઈટર જયેશ ધરમશીભાઈને ત્રણ માસની સાદી કેદની સજા અને ૨,૨૮,૦૦૦ રૂપિયા આપવા માટે આદેશ કર્યો છે આ કેસમાં ફરીયાદીના વકીલ રઘુવીરસિંહ જે. ઝાલા હતા.

હળવદના નવા ઈશનપુર ગામના વિઠલભાઈ લવજીભાઈ દલવાડીએ ૩.૪૧ લાખ ચામુંડા એન્ટર પ્રાઈઝના પ્રોપરાઈટર વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને હાથ ઉછીના આપ્યા હતા જેથી વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાએ આદર્શ બેંક હળવદનો ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતાં વિઠલભાઈ દલવાડીએ નોટીસ આપી હતી અને હળવદની કોરટમાં કેસ ચાલી જતાં કોર્ટે ચામુંડા એન્ટર પ્રાઈઝ વાળા વાલજીભાઈ ઠાકરશીભાઈ ચાવડાને છ માસની સાદી કેદની સજા તેમજ ૩.૪૧ લાખ રૂપિયા ફરીયાદીને આપવા માટેનો તેમજ ૫૦૦૦ રૂપિયા સરકારમાં જમાં કરાવવા માટે આદેશ કરેલ છે આ કેસમાં પણ ફરીયાદીના વકીલ રઘુવીરસિંહ જે. ઝાલા હતા.






Latest News