મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાહ રે ગતિશીલ ગુજરાત: મોરબી રાજકોટ હાઇવે ઉપર છ વર્ષ પછી પણ ઓવરબ્રિજ-રોડના કામ અધૂરા !


SHARE







વાહ રે ગતિશીલ ગુજરાત: મોરબી રાજકોટ હાઇવે ઉપર છ વર્ષ પછી પણ ઓવરબ્રિજ-રોડના કામ અધૂરા !

મોરબી રાજકોટ ફોરલેન રોડનું લોકાર્પણ કયારે થશે ? તે સવાલ લોકોના મનમાં ઉદભવી રહ્યો છે. કારણકે વિજયભાઇ રૂપાણી સીએમ હતા તે સમયે વર્ષ ૨૦૧૬ માં કામ શરૂ કરાવાયુ હતુ જે કામ કહેવાતા ગતીસીલ ગુજરાતમાં છ વર્ષ જેવો સમય વિતી જવા છતા પણ પુર્ણ થયેલ નથી..! તે હકીકત છે. અને રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ અને અધિકારીઓની સિથીલતાના લીધે લોકોએ હેરાન થવું પડે છે તે નરી વાસ્તવિકતા છે.

મોરબી-રાજકોટ ફોરલેન રોડની મુદત પુરી થઈ ગઈ છે અને હજૂ પણ અનેક જગ્યાઓએ નાલા-પુલીયા અને રોડના કામ બાકી છે તો. વહેલી તકે લોકાર્પણ થાય તે જરૂરી છે.નવલખી ફાટક પાસે જુનાં આરટીઓ રેલ્વે ઓવર બ્રીજની કામગીરી વહેલી તકે પુર્ણ થાય તે જરૂરી છે.અકસ્માતો નિવારવા માટે અને માનવ કલાકો તેમજ કિંમત ઇંધણ બચાવવા આ કામો વહેલી તકે પુરા થાય તે જરૂરી છે.ઓવરબ્રીજનાં કામની મુદત પુરી થઈ ગઈ છે છતાં રોડને લગતી બાકી રહેતી કામગીરી હવે વહેલી તકે પુર્ણ કરાવવી જોઇએ.આ રોડ ઉપર થતાં અકસ્માતો નિવારવા માટે ભગડા મામા પાસે આવેલ શનાળા રાજપર ચોકડીનું સર્કલ નાનું સર્કલ બનાવવું જોઇએ તેમજ લજાઈ ચોકડી પાસે ત્રણ રસ્તા પાસે નાનું સર્કલ બનાવવું જોઇએ, રોડ ઉપર રાત્રે દેખાય તે રીતે રેડીયમનાં સાઇડના તેમજ રોડ ઉરરના રીફલેટર મુકવાં જરૂરી છે.આખા રોડ ઉપર જયાં જરૂરી હોય ત્યાં અને અકસ્માતો વધુ થતાં હોય ત્યાં મુકવાં જોઇએ,લજાઈ અને વી૨૫૨ અંડરપાસના સર્વિસ રોડના કામ વહેલી તકે પુરા કરાવવા જોઇએ તેવી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અહીંના સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ લેખીત રજૂઆત કરેલ છે.




Latest News