મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ


SHARE







મોરબીના ખોખરા હનુમાન મંદિરના સદગુરુ આશ્રમમાંથી બાળકનું અપહરણ

મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે સદગુરુ આશ્રમમાં રહીને અભ્યાસ કરતો બાળક છેલ્લા નવ દિવસથી ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં બાળકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરવામાં આવેલ છે

જાણવા મળતી પ્રમાણે રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર માધાપર ચોકડી પાસે આવેલ અયોધ્યા ચોક પાસે યોગરાજનગર-૨ માં રહેતા દેવેન્દ્રભાઈ મહેશભાઈ આચાર્ય જાતે બ્રાહ્મણ (ઉંમર ૪૨) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના દીકરા પાર્થ (ઉંમર ૧૪) નું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા. ૩૧/૭ ના રોજ વહેલી સવારના ૫:૩૦ વાગ્યાથી તે મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન સદગુરુ આશ્રમ ખાતે ભણવા માટે મૂકવામાં આવ્યો હતો ત્યાંથી ગુમ થઈ ગયેલ છે અને આજ દિવસ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી જેથી કરીને કોઈ અજાણ્યો માણસ દ્વારા કોઈ કારણોસર તેનું અપહરણ કરવામાં આવ્યું હોવા અંગેની હાલમાં દેવેન્દ્રભાઈ આચાર્યએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમ થયેલા પાર્થને શોધવા માટે થઈને અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News