મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

હળવદની શાળા નં-૪ ના બે બાળકો જિલ્લા કક્ષાએ કલા મહોત્સવ ઝળકશે


SHARE











હળવદની શાળા નં-૪ ના બે બાળકો જિલ્લા કક્ષાએ કલા મહોત્સવ ઝળકશે

હળવદ-સમગ્ર દેશમાં જ્યારે આઝાદીનું અમૃત વર્ષ એટલે કે આઝાદી મળ્યાને ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે અને ઠેર ઠેર તેના વધામણાં થઈ રહ્યાં છે ત્યારે હળવદ તાલુકા કક્ષાનો કલા મહોત્સવ ઉજવાયો હતો આ કલા મહોત્સવમાં સરકારી અને ખાનગી શાળાના જે બાળકો અગાઉ હળવદ તાલુકાના કુલ ૧૦ જેટલા સી.આર.સી. કેન્દ્રોમાં પ્રથમ નંબરે આવેલ હતા તે તમામ બાળ કલાકારોએ તાલુકા કક્ષાની કુલ ચાર સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં ગાયનવાદનચિત્ર સ્પર્ધા અને બાળ કવિની સ્પર્ધાનું આયોજન થયેલ હતું.જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ધો.૮ ની શિવાની મહેશભાઈ ચાવડા, ગાયન સ્પર્ધામાં પ્રથમ ધો.૮ નો ગૌરવ રમેશભાઈ રાઠોડ, બાળ કવિમાં તૃતિય ધો. ૭ ની વરમોરા ધ્રુવી જીતેન્દ્રભાઈ વિજેતા થયેલ છે જેથી પ્રથમ આવેલા બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. હવે તા ૧૫ ના રોજ જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં આ બાળકો ભાગ લેશે જેથી કરીને શાળા પરિવાર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન અને તાલુકા બી.આર.સી મિલનભાઈએ તમામ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News