મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ઈલેક્ટ્રીકનું કામ કરતાં યુવાનને વીજ શોર્ટ લગતા મોત


SHARE







વાંકાનેર નજીક ઈલેક્ટ્રીકનું કામ કરતાં યુવાનને વીજ શોર્ટ લગતા મોત

વાંકાનેર નજીક આવેલ સીરામીક કારખાના પાસે યુવાન ઈલેક્ટ્રીકનું કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ત્યાં તેને વીજશોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતો અર્જુનસિંહ ભુપતસિંહ બારીયા (ઉમર ૩૦) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ કયુટોન સીરામીક પાસે ઇલેક્ટ્રીકનું કામ કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન તેને વીજશોટ લાગ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને અરવિંદસિંહ બારીયા રહે.ભોજપરા તા.વાંકાનેર વાળા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાથ કપાઈ જતા સારવારમાં

મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપર મિલમાં કામ દરમ્યાન હાથ મશીનમાં આવી ગયો હોવાથી મજુર યુવાનને સારવારમાં લઇ જવાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલસમાર ઈકબાલભાઈ નામનો ૨૨ વર્ષીય પરપ્રાંતિય મજૂર યુવાન કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન તેનો હાથ મશીનમાં આવી જતા હાથ કપાઈ ગયો હતો.જેથી કરીને તેને ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લઇ જવાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર સોસાયટીના ગીતાંજલી હાઈટમાં રહેતા શાંતિલાલ લક્ષ્મણભાઈ પનારા નામના ૫૧ વર્ષીય આધેડ વાહનમાં જતા હતા ત્યારે તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા તે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહે આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે






Latest News