મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરના લક્ષ્મીપરામાંથી ૧૦ કિલો ગાંજા સાથે મહિલા સહિત બે ઝડપાયા: સપ્લાયર સહિત ચારની શોધખોળ


SHARE











વાંકાનેરના લક્ષ્મીપરામાંથી ૧૦ કિલો ગાંજા સાથે મહિલા સહિત બે ઝડપાયા: સપ્લાયર સહિત ચારની શોધખોળ

(શાહરૂખ ચૌહાણ) મોરબી જિલ્લામાં ગાંજાનું હબ વાંકાનેર હોય તે રીતે અવારનવાર ત્યાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપાતો હોય છે તેવામાં મોરબી એસઓજીની ટીમ દ્વારા ગઇકાલે ગાંજાની રેડ કરવામાં આવી હતી ત્યારે લક્ષ્મીપરામાં રહેતી મહિલા સહિતના બે આરોપીઓ પાસેથી પોલીસે ૧૦ કિલો ગાંજા સહિત કુલ મળીને ૧.૧૮ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને તેની પાસેથી માલ લેનારા અને આ આરોપીને માલ આપનાર કુલ ચાર આરોપીઓના નામ સામે આવેલ છે જેથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને શહેરી વિસ્તારમાંથી અગાઉ ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડાઈ ચૂક્યો છે અને ત્યારે સુરત સુધીની લીંક ખુલી હતી તેમ છતાં પણ ગાંજાનું વેચાણ હજુ પણ વાંકાનેર શહેરી વિસ્તારની અંદર થતું હોય તેવી બાતમી મળી હતી જેના આધારે મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા વાંકાનેરમાં રેડ કરવામાં આવી હતી અને વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં ગાંજાની રેડ સવારથી સાંજ સુધી ચાલી હતી ત્યારે પોલીસે મહિલા સહિતના બે આરોપીઓ પાસેથી ૧૦ કિલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો અને માલ સપ્લાય કરનાર સહિતના શખસોના નામ સામે આવેલ છે જેથી તેની સામે પણ ગુનો નોંધાયો છે

હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઇ માડકીયા જાતે ઘાંચી (૬૦) અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા જાતે ઘાંચી (૩૧) રહે.બન્ને વાંકાનેર લક્ષ્મીપરા શેરી નં-૩ વાળાને ત્યાં ગાંજો હોવાની બાતમી મળી હતી જેના આધારે એસઓજીની ટીમે તેના ઘરે રેડ કરી હતી ત્યારે બંન્ને આરોપી પાસેથી ૧૦ કિલો ગાંજો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧,૦૦,૦૦૦ નો ગાંજો તથા રોકડા રૂપીયા ૧૫૫૦૦, ઇલેકટ્રીક વજન કાંટો જેની કિંમત ૨૦૦, બે મોબાઇલ ૨૫૦૦ રૂપિયા અને પ્લાસ્ટીકની કાળી કોથળીઓ મળીને પોલીસે ૧,૧૮,૨૦૦/- નો મુદામાલ કબજે કર્યો હતો

વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ પકડાયેલા આરોપીઓ પાસેથી અલીમામદભાઇ હનીફભાઇ માડકીયા જાતે ઘાંચી રહે. વાંકાનેર લક્ષ્મીપરા, ઇરફાન નુરમામદ મકવાણા રહે. વાંકાનેર લક્ષ્મીપરા, નુરમામદ હાજીભાઇ મકવાણા જાતે ઘાંચી રહે. વાંકાનેર લક્ષ્‍મીપરા અને માલ આપનાર અબ્દુલ યુસુફભાઇ સૈયદ રહે. મફતીયા પરા અંબાજી ચોક સુરેન્‍દ્રનગર વાળાના નામ સામે આવ્યા છે જેથી કરીને તેની સામે પણ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી), ૨૦ (બી), ૨૯ મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News