મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

માળીયા (મિં.)ના નાના દહીંસરા ગામે વાડાની ઓરડીમાંથી ૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયો : એકની શોધખોળ


SHARE











માળીયા (મિં.)ના નાના દહીંસરા ગામે વાડાની ઓરડીમાંથી ૮૬ બોટલ દારૂ સાથે એક પકડાયો : એકની શોધખોળ

માળીયા (મી)તાલુકાના નાના દહીસરા ગામે વાડામાં આવેલ ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી દારૂની ૮૬ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૨૭૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી એક આરોપીની ધરપકડ કરી હતી અને એક આરોપીને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા તાલુકાના નાના દહીંસરા ગામે ઈરફાનભાઇ અલીભાઈ સુમરાના કબ્જા વાળા વાડાની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી સમરથસિંહ ઝાલા અને વિપુલભાઇ ડાંગરને મળી હતી.જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરતા ઈરફાનભાઇ સુમરાના વાડામાં બનાવેલ ઓરડીમાંથી દારૂની ૮૬ બોટલો મળી આવી હતી.જેથી હાલમાં પોલીસે ૩૨,૭૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો છે અને વાડામાં બનાવવામાં આવેલ ઓરડીમાં રહેતા અનિલભાઈ અરજણભાઈ ચાવડા જાતે કોળી (ઉંમર ૨૫) રહે.હાલ કાંતિનગર વસંતરાય હોટલ પાછળ મોરબી-૨ મૂળ રહે.હરીપર તા.માળીયા વાળાની ધરપકડ કરેલ છે અને વાડાનો માલિક ઈરફાનભાઇ અલીભાઈ સુમરા હાજર ન હોવાથી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

મારામારીમા ઈજા

મોરબીના પીપળી ગામે રહેતા નિર્મળાબેન સૂર્યકાંતભાઈ પટેલ નામના ૫૦ વર્ષના મહિલાને મહેન્દ્રનગર ગામે મારામારીના બનાવવામાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેઓના જમાઈ કિશોરભાઈ તેઓને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવ્યા હતા બનાવી જાણ તથા પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

ધાંગધ્રા નજીક આવેલ કંકાવટી ગામે રહેતો રમેશ મગનભાઈ ડાભી નામનો ૩૫ વર્ષીય યુવાન બાઈક લઈને હળવદના શક્તિનગર ગામ પાસેથી જતો હતો ત્યારે ત્યાં આવેલ નકલંકધામ મંદિર પાસે તેનું બાઈક ગાય સાથે અથડાતા ઇજાઓ થવાથી તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પ્રદીપભાઈ બોરાણા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News