મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતા ગુમ થયેલ યુવાનની ભાળ મળી


SHARE







મોરબીમાં પત્ની સાથે ઝઘડો થતા ગુમ થયેલ યુવાનની ભાળ મળી

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ શ્રી રામ સોસાયટીમાં રહેતા અને મૂળ નેપાળના રહેવાસી સીતાબેન બલભાઇ ગોપાલભાઇ ધુન્કેલ જાતે સોની (ઉંમર ૩૩) એ થોડા દિવસો પહેલા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓના પતિ બલભાઇ ગોપાલભાઇ ધૂન્કેલ સોની (ઉંમર ૩૩) રહે.હાલ આલાપ રોડ શ્રીરામ સોસાયટી મૂળ રહે.વિવસ્તીનગર તા.ધનગડી જી.કૈલાલી નેપાળ વાળો ગત તા.૨૦-૭ ના વહેલી સવારે ચાર વાગ્યે કોઇને કંઇ કહ્યા વગર ગુમ થઈ ગયો હોવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાનમાં ગઈકાલે ગુમ થયેલા બલભાઈનો તેમના ભાઈને ફોન આવ્યો હતો કે તે પોતે રેલ્વે સ્ટેશન પાસે આવેલ ચાઈનીઝની લારીએ છે જેથી કરીને ત્યાં જઈને તેઓને ઘરે લાવવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.બાદમાં ગુમ થયેલ યુવાને પોલીસને આપેલા નિવેદનમાં યુવાને જણાવ્યું હતું કે તેઓના પત્ની સીતાબેનની સાથે તેઓને બોલાચાલી ઝઘડો થયો હતો અને તે ગુસ્સાના લીધે તે ઘર છોડીને ચાલયો ગયો હતો..!

વાહન અકસ્માતમાં ઘવાયેલ આધેડ રાજકોટ ખસેડાયા

મોરબીના મકનસર ગામે રહેતા અને મૂળ યુપીના અમિતેશ્ર્વર કે.વર્મા નામના ૫૦ વર્ષના આધેડને વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામ પાસે આવેલી ચામુંડા હોટલ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને તેઓને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેઓને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.બાઇક સ્લીપ થઇ જવાને લીધે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.




Latest News