મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારાના ખાનપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત


SHARE







ટંકારાના ખાનપર ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને રાજકોટ લઈ જતા રસ્તામાં મોત

મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા યુવાને ગત મોડી રાત્રીના ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા રસ્તામાં તેનું મોત નીપજયુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામે રહેતા ગીરીશભાઈ માવજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાને ગત મોડીરાત્રિના ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને તેને મોડી રાત્રે સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાતા રસ્તામાં જ ગીરીશભાઈ પરમારનું મોત નીપજ્યું હતું.જેથી તેઓના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતું અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરીને બનાવ સંદર્ભે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના સરદારબાગ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એસી રીપેરીંગના કામકાજ માટે રાખવામાં આવેલા મજૂરને કામ ન હોય કામ ઉપરથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.તે વાતને લઈને યુવાનને માર મારવામાં આવ્યો હતો.જે અંગે ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવી હતી તે બનાવવામાં હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આરીફ અબ્દુલ મંગલિયા જાતે સંધિ (૩૨) ધંધો એસી રીપેરીંગ રહે.લાલપર તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી.જયારે ટંકારાની ખીજડીયા ચોકડી પાસે બાઈકમાં જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાઓ થવાથી અર્જુન સુરતભાઈ નામના ૧૭ વર્ષીય યુવાનને ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

ગળેફાંસો ખાઈ જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલ રામજી ચોક પાસે રહેતા જયેશ રતિલાલ અદગામા જાતે કોળી નામના ૨૦ વર્ષના યુવાને તેના ઘેર ગળેફાંસો ખાઈ લેતા તેને મોરબી સિવિલ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.હાલમાં કારખાનાઓ બંધ થઈ જતા કામધંધાના ટેન્શનમાં તેણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.




Latest News