મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE







મોરબીમાં ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી મહીલા ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી.અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતી જાનીબેન પ્રવીણભાઈ વિંજવાડીયા જાતે કોળી નામની ૨૨ વર્ષીય મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવી હતી.જ્યાં આજે સવારે છએક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરી આગળની તપાસ હાથ કરવામાં આવી રહી છે.જાણવા મળ્યા મુજબ મૃતક મહિલાને માનસિક બીમારીની દવા ચાલુ હતી દરમિયાનમાં તેણીએ ઉપરોક્ત પગલું ભરી લેતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના પીપળી ગામ પાસે આવેલ પટેલ વિહાર હોટલ નજીક તિરુપતિ પાસે છત ઉપરથી પડી જતા પીઠાભાઈ ભીમાભાઇ ગોહિલ નામના ૪૫ વર્ષના યુવાનને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.હાલ તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે જોડીયા તાલુકાના પીઠડ ગામે રહેતા મનોજ ઠાકરશીભાઈ વાંસજારીયા નામનો ૩૦ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી મનોજને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

આરોપીની ધરપકડ

મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે અંગે પીએસઆઇ વાઢીયા દ્વારા હાલમાં ગિરીશ ગનેસીભાઈ મહંતો જાતે ચૌહાણ (૨૯) રહે.વિલોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઝીરો સર્કલ મુન્દ્રા ભુજ મૂળ.માલપુર તાલુકો તાજોરી જીલ્લો સમસ્તીપુર બિહાર વાળાની ધરપકડ કરવામાં આવી હતી.પીએસઆઇ વાઢીયાના જણાવ્યા પ્રમાણે શક્તિ ચેમ્બર પાસે કચરો વીણી રહેલ વૃધ્ધાને વાહન ચાલાકે હડફેટે લીધા હતા તે બનાવવામાં હાલમાં ગીરીશભાઈની ધરપકડ કરવામાં આવેલ છે.




Latest News