મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં રિસામણે બેઠેલી બહેનને લઈ જવાની ના પાડતા યુવાન ઉપર થયો હતો છરી વડે હુમલો


SHARE







મોરબીમાં રિસામણે બેઠેલી બહેનને લઈ જવાની ના પાડતા યુવાન ઉપર થયો હતો છરી વડે હુમલો

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર કુબેર ટોકીઝની પાછળ મફતપરા વિસ્તારમાં રહેતા પટ્ટુ શાંતિલાલ કડેવાર જાતે દેવીપુજક યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા ખુલ્યું હતું કે પટ્ટુભાઈની બહેન રિસામણે હોય તેમનો બનેવી ભુપત અને તેનો ભુપતનો ભાઈ તેઓના ઘેર આવ્યા હતા અને "કેમ મારી પત્નીને મોકલતા નથી..?" તેમ કહીને ઝઘડો કર્યો હતો ત્યારે પટ્ટુએ કહ્યું હતું કે તમે મારા બેનને માર મારો છો અને સારી રીતે રાખતા નથી તે વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઝપાઝપી દરમિયાન ભુપત દ્વારા પટ્ટુભાઈને પેટના ભાગે છરીનો ઘા મારી દેવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

ઝેરી દવાની અસર થતા સારવારમાં

હળવદ તાલુકાના મેરૂપર ગામે વાડીમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થવાથી ગત મોડી રાત્રીના રમેશભાઈ સુતારભાઈ બારોલીયા નામના ૩૫ વર્ષના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયાપાર્ક વિસ્તારમાં રહેતો ધવલ સુરેશભાઈ નામનો ૩૯ વર્ષીય યુવાન મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસેથી જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે રાજકોટ નજીકના હડાળા ગામે રહેતો ભાવેશ છેલાભાઈ વકાતર નામનો યુવાન બાઈકમાં જતો હતો ત્યારે હડાળા અને બેડી ગામની વચ્ચે તે બાઈકમાંથી પડી જતા ઈજાઓ થવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.




Latest News