મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના બંધુનગર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી નજીકના બંધુનગર ગામ પાસેથી પસાર થઈ રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી તેને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ લોરેંજો સિરામિક કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા રામમિલન ત્રિલોકસિંહ લોધી જાતે રાજપૂત (ઉંમર ૩૪) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં રામમિલન લોધીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા.૨૨/૭ ના રાત્રીના ૮:૩૦ થી ૯:૩૦ વાગ્યે દરમિયાન તેઓના ફૂવાના દીકરા રાજકુમાર ગજરાજસિંહ લોધી રહે. મૂળ ઉત્તરપ્રદેશ વાળા મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસે વીસ નાલા નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેને માથાના ભાગે અને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતક યુવાનના કૌટુંબિક ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 






Latest News