મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં શક્તિ ચેમ્બર પાસે રાહદારી મહિલાને ટ્રક ચાલકે હડફેટે લઈને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત


SHARE







મોરબીમાં શક્તિ ચેમ્બર પાસે રાહદારી મહિલાને ટ્રક ચાલકે હડફેટે લઈને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક આવેલ શક્તિ ચેમ્બર પાસેથી કચરો વીણવાનું કામ કરતા મહિલા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેઓને હડફેટ લીધા હતા અને તેના બંને પગ ઉપરથી ટ્રકના ટાયર ફરી વળ્યા હતા જેથી કરીને ગંભીર ઇજા થવાના કારણે મહિલાનું મોત થયું હતું અને હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના દીકરાએ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી નજીક આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ગેલાભાઈ સોલંકી (ઉમર ૪૨) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૧૨ એયું ૬૯૬૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના માતા કાંતાબેન ગેલાભાઈ સોલંકી (૬૩)કચરો વીણવાનું કામ કરે છે અને તેઓ કચરો વીણીને મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ શક્તિ ચેમ્બર નજીકથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતા ફરિયાદીના માતાને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધા હતા અને તેના બંને પગ ઉપરથી ટ્રકના ટાયર ફરી વળ્યા હતા જેથી કરીને ફરિયાદીની માતાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ત્યારબાદ મૃતક મહિલાને મૃતદેહને સિવિલે ખસેડાયો હતો અને અકસ્માત મૃત્યુના બનાવવામાં મૃતક મહિલાના દીકરાએ અજાણ્યા ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News