મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરીનું હજુ સુધી કોઈ ફરિયાદી નહિ !?


SHARE







મોરબીમાં આંગડિયા પેઢીના ૩૦ લાખથી વધુની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરીનું હજુ સુધી કોઈ ફરિયાદી નહિ !?

મોરબીની આંગડિયા પેઢીના બે વ્યક્તિ જુદાજુદા ત્રણ થેલામાં રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના ભરીને ભુજ તરફથી મોરબી આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં એસટી બસમાં તેઓનો રોકડ રકમ ભરેલ થેલો ઉપડી ગયો હોવાનું તેમને મોરબી આવીને જાણ થઈ હતી..! જેથી કરીને મોરબી જીલ્લામાં પોલીસ દ્વારા ગઇકાલે નાકાબંધી કરાવવામાં આવી હતી જોકે આ બનાવ મોરબી પંથકમાં બન્યો છે કે, રસ્તામાં અન્ય કોઇ જગ્યાએ બન્યો છે..? તે અંગે ગઇકાલે પોલીસે તપાસ કરી હતી અને પહેલાથી જ ફરિયાદી એટલે કે આંગણીયા પેઢીના કર્મચારી જ શંકાના દાયરા હતા જેથી કરીને તેની પૂછપરછ કરવામાં આવી હતી જો કે, આ બનાવની હજુ સુધી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને કોઈ ફરિયાદ નોંધાઈ નથી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢીના બે કર્મચારી ભુજ તરફથી એસટી બસમાં બેસીને મોરબી આવી રહ્યા હતા ત્યારે તેઓ પાસે લગભગ ત્રણ થેલાઓ હતા.જેમાં એક થેલામાં આશરે ૩૦ થી ૩૫ લાખ રોકડા હતા. જ્યારે બીજા થેલામાં સોના-ચાંદીના દાગીના હતા. આ ત્રણ થેલા લઈને આંગડિયા પેઢીના બે કર્મચારીઓ ભુજ તરફથી ભાવનગર ડિવિઝનની એસટી બસ જતી હતી તેમાં બેસીને મોરબી તરફ આવી રહ્યા હતા. ત્યારે મોરબી પહોંચ્યા ત્યાર બાદ તેઓએ તેની પાસે રહલા ત્રણ થેલા પૈકીનો રોકડા રૂપિયા ૩૦ થી ૩૫ લાખ ભરેલ થેલો ગુમ છે તેની ખબર પડી હતી જેથી તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. માટે પોલીસે તાત્કાલિક મોરબી જીલ્લામાં નાકાબંધી કરાવી હતી. જો કે, બનાવ મોરબી પંથકમાં ક્યાંય બન્યો છે કે આગળ ક્યાંય બનાવ બન્યો છે..? તે તપાસનો વિષય હતો અને પરંતુ મોરબી જિલ્લા પોલીસે જીલ્લામાં નાકાબંધી કરવી હતી અને ફરિયાદીના વર્ણન ઉપરથી ફરિયાદી એટલે કે આંગડિયા પેઢીનો કર્મચારી પહેલાથી જ શંકાસ્પદ જણાતો હતો જેથી તે દિશામાં પણ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને એસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે ગઇકાલે બપોરે જે બનાવ જાહેર થયો હતો તેની હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી






Latest News