મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના અદેપર પાસે ટ્રકમાં આગ લાગી જતા ટ્રક બળીને ખાક


SHARE







મોરબીના અદેપર પાસે ટ્રકમાં આગ લાગી જતા ટ્રક બળીને ખાક

મોરબી તાલુકાના અદેપર ગામ પાસે આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેમાં કોલસો ભરીને જતા ટ્રકમાં આગ લાગી જતા ટ્રકના આગળના બે ટાયર સિવાયના તમામ ૧૦ ટાયર સળગી ગયા હતા.જેથી નુકસાની થતા અને વાયરીંગ પણ બળી જતા ટ્રક ચાલકે આ અંગે પોલીસને જાણ કરી હતી.

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે પ્રભુભાઇ માનસિંગભાઇ મેજરાણી કોળી (૪૮) ધંધો ડ્રાઇવિંગ રહે.લીલીયાણા તા.ભચાઉ ભુજ (કચ્છ) વાળાએ આવીને જણાવ્યું હતું કે તેમના હવાલાનો ટ્રક નંબર જીજે ૧૨ બીટી ૨૮૭૦ લઈને તેઓ પીપળીયા ચોકડી વાસુકી કોલસાના કારખાનેથી કોલસો ભર્યો બાદ અદેપર ગામની પાસે આવેલ રાધે પેપર મીલમાં કોલસો ખાલી કરવા જતા હતા તે સમયે અદેપર નજીક રાત્રિના બારેક વાગ્યે અચાનક ડ્રાઇવર સાઇડના પાછળનું ટાયર ફાટવાથી ટ્રકમાં આગ લાગી જવાનો બનાવ બન્યો હતો.જેમાં ટ્રકના આગળના બે ટાયરને બાદ કરતાં પાછળના તમામ ૧૦ ટાયર સળગી ગયા હતા તેમજ વાયરીંગ પણ સળગી ગયું હતું જેથી નુકસાન પહોંચ્યું હતું.તેમજ આગને લીધે ટ્રકની એક્સેલ અને કમાન પણ બળીને વળી જતા નુકસાન થઈ જતા આ અંગે તેમણે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે આ અંગે નોંધ કરી હતી અને તે અંગે મણીભાઈ ગામેતીએ આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મૂળ આમરણના અને હાલ મોરબી રહેતા કેતન અમરશીભાઈ કાસુન્દ્રા નામનો યુવાન સોલારિયમ સીરામીકેથી યુનિટના કામે બાઇક લઇને બહાર ગયેલ હતો ત્યારે રસ્તામાં જેતપર રોડ ઉપર પાવળીયાળી ગામના પાટીયા પાસે તેનું બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા ઇજાઓ થવાથી કેતન કાસુન્દ્રાને સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા ઝરીનાબેન સલીમભાઈ શેખ નામની સતર વર્ષીય યુવતીએ તેના ઘેર ફીનાઇલ પી લેતા સારવારમાં સિવિલે ખસેડવામાં આવી હતી અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસે તપાસ કરતા પ્રેમ સંબંધ મામલે ઝરીનાબેને ઉપરોકત પગલું ભરી લીધુ હોવાનું ખુલ્યું હતું.




Latest News