મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના જનતા ક્લાસીસની ધો-૧૨ C.B.S.C. (Commerce) ની વિદ્યાર્થીની મૈત્રી ટોલીયાએ બોર્ડમાં ૯૫% મેળવ્યા


SHARE







મોરબીના જનતા ક્લાસીસની ધો-૧૨ C.B.S.C. (Commerce) ની વિદ્યાર્થીની મૈત્રી ટોલીયાએ બોર્ડમાં ૯૫% મેળવ્યા

મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે ૪ દાયકા કરતા પણ વધુ સમય થી કાર્યરત પ્રવિણભાઈ કક્કડ તથા ૧૫ વર્ષથી નિર્મિતભાઈ કક્કડ દ્વારા જનતા ક્લાસીસ ચલાવવામાં આવે છે અને ધો.૧૨ C.B.S.E. (Commerce) ના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કરી ઉત્કૃષ્ણ પરિણામોની પરંપરાને જીવંત રાખી છે. વર્ષથી C.B.S.E. બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષને બે વિભાગમા વહેંચવામા આવ્યુ છે. જે અંતર્ગત ટર્મ-૧ અને ટર્મ-૨ ની પરિક્ષાઓ બોર્ડ દ્વારા જ આયોજીત કરવામા આવી હતી ત્યારે તાજેતરમાં ધો.૧૨ C.B.S.E. બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામા આવ્યુ છે જેમા મોરબી જનતા ક્લાસીસના કુલ ૭ વિદ્યાર્થીઓએ ૮૦% થી વધુ તથા કુલ ૧૮ વિદ્યાર્થીઓએ ૭૦% થી વધુ ગુણ પ્રાપ્ત કરી પોતાના પરિવાર તથા ક્લાસીસનુ નામ રોશન કર્યુ છે. 
જનતા ક્લાસીસના વિદ્યાર્થીઓ મૈત્રી વિપુલભાઈ ટોલીયા (૯૫%), જીત હર્ષદભાઈ વાસજારીયા(૮૯.૦૨%), ધ્વનિત આકાશભાઈ દેસાઈ (૮૭%), યશ ભરતભાઈ હદવાણી (૮૫.૪૦%), નૈમિષ નયનભાઈ ભોરણીયા (૮૦.૬૦%), પ્રણવ વિનોદભાઈ પડસુંબિયા (૮૦%), રાજ હીરેનભાઈ ગાંધી (૮૦%) સાથે ઉતિર્ણ થઈ તેમના પરિવાર તથા ક્લાસીસનુ નામ રોશન કર્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શહેરમા શિક્ષણક્ષેત્રે છેલ્લા ચાર દાયકાથી પણ વધુ સમય થી કાર્યરત જનતા ક્લાસીસ દ્વારા ધો. ૧૧ અને ૧૨ કોમર્સ C.B.S.E. & G.S.E.B., B.com.,B.B.A., M.com. સહીતના અભ્યાસક્રમોના બધા જ વિષયોનુ શિક્ષણ આપવામાં આવે છે ત્યારે પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામોની પરંપરા જાળવી રાખી છે. વિદ્યાર્થીઓની આ અનેરી સિધ્ધિ બદલ ક્લાસીસના સંચાલક પ્રવિણભાઈ કક્કડ તથા નિર્મિતભાઈ કક્કડે અભિનંદન આપેલ છે






Latest News