મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં જુગારની ચાર રેડ: ૨૧ જુગારી ૨.૦૫ લાખના મુદામાલ સાથે ઝડપાયા


SHARE











મોરબી-ટંકારામાં જુગારની ચાર રેડ: ૨૧ જુગારી ૨.૦૫ લાખના મુદામાલ સાથે ઝડપાયા

મોરબી જિલ્લામાં જુગારની બદિને ડામવા માટે હાલમાં પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાઓ ઉપર જુગારની રેડ કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી અને ટંકારા તાલુકામાં જુદી જુદી કુલ મળીને ચાર રેડ કરવામાં આવી હતી અને ત્યારે જુગાર રમતા ૨૧ જુગારીઓ મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૨.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની સામે જુગારધારા હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં બાપાસીતારામની મઢુલીથી આગળના ભાગમાં આવેલ ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની વાડીએ ઓરડીમાં જુગાર રમતા આવવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી વાડીના માલિક ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (૬૦), રણજીતસિંહ હરદેવસિંહ ઝાલા (ઉંમર ૩૮), મુકેશભાઈ ભોગીલાલ શાહ (ઉંમર ૫૫), મનીષભાઈ છગનભાઈ જાડા (ઉમર ૩૯), કેતનભાઇ નાનજીભાઈ ગોહેલ (ઉંમર ૩૪) અને ભુપેન્દ્રસિંહ રણધીરસિંહ જાડેજા (ઉંમર ૩૦) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૦૫૦૦ રૂપિયાની રોકડ તેમજ ઈકો ગાડી નંબર જીજે ૩૬ એફ ૩૭૩૮ જેની કિંમત રૂપિયા એક લાખ આમ કુલ મળીને ૧૫૦૫૦૦ ના મુદ્દા માલ સાથે છ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

મોરબી શહેરના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગર પ્રાથમિક શાળા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા કિશનભાઇ મોતીભાઈ પરસાડિયા (ઉમર ૨૧), વિજયભાઈ મનુભાઈ સરૈયા (ઉંમર ૨૫), કરણભાઈ રઘુભાઈ બાભવા (ઉમર ૧૯), છોટાલાલ મહેશભાઈ રાવા (ઉંમર ૨૬) અને અજયભાઈ ખોડાભાઈ ગોહેલ (ઉંમર ૨૮) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૦૫૫૦ ની રોકડ કબજે કરી તેની સામે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ એસ્સારના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર હનીફભાઈ જુમાભાઇ ખાટકી (ઉમર ૩૦), હેમંતભાઈ વાલાભાઈ ચૌહાણ (ઉમર ૩૪),  પ્યારુભાઈ દાદુભાઇ પરમાર (ઉમર ૩૫), હુસેનભાઇ અલીભાઈ કથરોટીયા (ઉમર ૩૦) અને જીતેશભાઈ વાલાભાઈ ચૌહાણ (ઉમર ૨૮) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૩૦૩૦૦ ની રોકડ કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબી તાલુકામાં આવતા લાલપર ગામની સીમમાં વર્ધમાન હોટલની પાછળના ભાગમાં કોરલ સિરામિક કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા બળદેવભાઈ અરજણભાઈ પોરડીયા (ઉમર ૨૭), મનોજભાઈ દેવજીભાઈ વીડજા (ઉમર ૩૭), જયપ્રકાશ રામદુલાર પટેલ (ઉમર ૩૯), સંતોષ સુરેશસિંહ યાદવ (ઉમર ૨૬) અને મોહન રામસિંગ વાસકલ (ઉમર ૨૮) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૧૪૦૨૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News