મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની મુસ્લિમ દીકરીએ હિન્દુ ગ્રંથો ઉપર મહાશોધ નિબંધ તૈયાર કરીને પીએચડીની પદવી મેળવી


SHARE







મોરબીની મુસ્લિમ દીકરીએ હિન્દુ ગ્રંથો ઉપર મહાશોધ નિબંધ તૈયાર કરીને પીએચડીની પદવી મેળવી

મોરબીની મુસ્લિમ દીકરીએ વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાં માનવીય મૂલ્ય પર મહાશોધ નિબંધ તૈયાર કર્યો છે અને તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો તેને માન્ય રાખીને મોરબીની સાહેરાબાનુ અનવરખાન પઠાણને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામા આવી છે

મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની દીકરી કે જેમના પિતા અનવરખાન પઠાણ મકાનોના રંગ રોગાન કરવાનું  કામ કરે છે પણ દીકરી સાહેરાબાનુને સંસ્કૃત વિષયમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજમાં બી.એ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટમાં એમ.એ., એમ.ફિલ સુધી અભ્યાસ કરાવ્યો છે અને સાહેરાબાનુને સંસ્કૃત વિષય ખૂબ જ ગમતો અને રસનો વિષય હોય તેની ઈચ્છા પી.એચ.ડી. કરવાની હતી અને સાહેરાબાનુએ સંસ્કૃતમાં વિષ્ણુપુરાણ ઔર ભાગવતપુરાણ મેં માનવીય મૂલ્ય:  એક અધ્યયન (Human Values In Visnupuran And Bhagavatpuran: A Study)  વિષય પસંદ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડો. એમ.કે.મોલિયા, પ્રોફેસર અને અધ્યક્ષ, અનુસ્નાતક સંસ્કૃત ભવનના માર્ગદર્શન હેઠળ મહા સંશોધન નિબંધ તૈયારી કરીને પીએચડીની પદવી મેળવી છે

મોરબીની એક મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષયમાં અભ્યાસ કરી કોમી એખલાસ, એકતા, સમાનતા અને બંધુતાના દર્શન કરાવ્યા છે આજે જ્યારે અનેક જગ્યાએ કોમી દાવાનળ ફેલાતો જોવા મળે છે, ધાર્મિક કટ્ટરતા જોવા મળે છે ત્યારે મોરબીની આ દીકરીએ પોતાના ધર્મના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની સાથે સાથે વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણને પણ એટલું જ મહત્વ આપી કોમી એખલાસ અને સર્વ ધર્મ સમભાવને ઉજાગર કર્યો છે ત્યારે સાહેરાબાનુ પઠાણને ડોકરેટની પદવી પ્રાપ્ત કરવા બદલ ચોમેરથી શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે.






Latest News