હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૦ કરોડના ખર્ચે નવું સિંચાઈ સેવા સદન બનાવવા ધારાસભ્યની માંગણી


SHARE









મોરબીમાં ૧૦ કરોડના ખર્ચે નવું સિંચાઈ સેવા સદન બનાવવા ધારાસભ્યની માંગણી

મોરબી-માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને વિગતે રજૂઆત કરી મોરબી ખાતે શનાળા રોડ ઉપર આવેલ હૈયાત સિંચાઇ વિભાગની કચેરીના જૂના મકાનો અને અઢી વીધા જેટલી ખુલ્લી જમીન આવેલ છે ત્યાં નવું સિંચાઇ સદન બાંધવું જરૂરી છે

આ અંગે તત્કાલીન રાજય કક્ષાના સિંચાઇ મંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી પણ આપેલ છે અને માર્ગ-મકાન વિભાગે ૯.૯૫ કરોડનું બ્લોક એસ્ટિમેન્ટ તૈયાર કર્યું છે. આ નવા સિંચાઇ સેવા સદનમાં મોરબી ખાતેની સીંચાઈની અને નર્મદાની સેકશન ઓફિસ, નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઈજનેરની જુદીજુદી ૧૬ કચેરીઓ, ૧ લેબોરેટરી, ૨ સમિતિખંડ અને ૨ રેસ્ટ રૂમનો સમાવેશ કરી શકાય તેમ છે. મોરબી હાલ જિલ્લા કક્ષાનું મથક હોય જિલ્લા સિંચાઇ સેવા સદન બાંધવા અંદાજે ૧૦ કરોડ ફાળવવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજૂઆત કરીને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ખાસ માંગણી કરી છે.




Latest News