મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કચરા સ્ટેન્ડો બંધ કરવા આમ આદમી પાર્ટીની માંગ


SHARE







મોરબીમાં કચરા સ્ટેન્ડો બંધ કરવા આમ આદમી પાર્ટીની માંગ

જન આરોગ્યને હાનિકારક એવા મોરબી નગરપાલિકાના કચરા સ્ટેન્ડો બંધ કરવા આમ આદમી પાર્ટીએ માંગ કરી છે. અને શેરી અને ગલ્લીઓમાં કચરો એકઠો કરવા માટે આશરે ૬૦ થી ૮૦ જગ્યાઓ પર કચરા સ્ટેન્ડ બનાવવામાં આવેલ છે જ્યાંથી નગરપાલિકા ટ્રેકટર અને જેસીબી દ્વારા કચરો ઉપાડે છે અને કચરો ઉપડે ત્યાં સુધી આસપાસના વિસ્તારના લોકો અને રાહદારીઓને દુર્ગંધ  સહન કરવી પડે છે જેથી કરીને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તમામ કચરો સ્ટેન્ડ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવા "આપ" દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, કચરો ફેંકો કે જમા કરવો તે ભારત સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ ૨૦૧૬ અંતર્ગત ગુન્હા પાત્ર છે તો પણ તેનું ઉલ્લંઘન મોરબીમાં પાલિકા દ્વારા કરવામાં આવે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છો ત્યારે જો હવે તાત્કાલિક ધોરણે આ તમામ કચરા સ્ટેન્ડો બંધ નહીં થાય તો સી.આર.પી.સી. કલમ ૧૩૩ અંતર્ગત નામદાર કોર્ટમાં લઈ જવાની ચીમકી ઉચ્ચારી છે




Latest News