મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કુટીર અને ગ્રામોદ્યોગથી સંકળાયેલ લોકોને સ્વનિર્ભર બનાવવા વાજપાઈ બેંકેબલ લોન યોજના


SHARE







મોરબીમાં કુટીર અને ગ્રામોદ્યોગથી સંકળાયેલ લોકોને સ્વનિર્ભર બનાવવા વાજપાઈ બેંકેબલ લોન યોજના

સરકાર દ્વારા અમલીકૃત વાજપાઈ બેંકેબલ યોજના અન્‍વયે ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ૧૮ થી ૬૫ વર્ષના બેરોજગાર વ્યક્તિઓને રાષ્ટ્રીયકૃત બેંકોસહકારી બેંકોપબ્લીક સેકટર બેંકોખાનગી બેંકો મારફતે નાણાકીય લોન તેમજ સબસીડી આપવામાં આવે છે.

આ યોજના હેઠળ ઓછામા ઓછુ ધો. ૪ પાસ અથવા તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવનારને બેંક મારફત લોન ધિરાણની મહતમ રૂ ૮ લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે. ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહતમ ૧,૨૫,૦૦૦/- ની સહાય પણ મળવાપાત્ર થાય છે. જેમાં વ્યાજનો દર રીઝર્વ બેંકના નિયમ મુજબ રહેશે. અરજદાર નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે આ યોજના હેઠળ લોન મેળવી શકે છે. વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા માટે blp.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી સાથે ફોટોઆધારકાર્ડસ્કુલ સર્ટીફીકેટ/જન્મનું પ્રમાણપત્રજાતિનું પ્રમાણપત્રઅનુભવનો  દાખલોકોટેશનધંધાના સ્થળનો આધારલાઈટબીલ/વેરા પહોંચ વગેરે સંલગ્ન દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રરૂમ નં ૨૩૩જિલ્લા સેવા સદનમોરબીનો સંપર્ક કરવા જનરલ મેનેજરજિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.




Latest News