મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બજેટ નામંજૂર થતાં ત્રણ ગ્રામ પંચાયતોનું વિસર્જન: વહીવટદાર મુકાયા


SHARE







મોરબી જિલ્લામાં બજેટ નામંજૂર થતાં ત્રણ ગ્રામ પંચાયતોનું વિસર્જન: વહીવટદાર મુકાયા

રાજયના વિકાસ કમિશ્નર દ્વારા મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં આવેલા જુદીજુદી ત્રણ ગ્રામ પંચાયતોનું વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં ધરમપુર, હરિપર અને પીપળીયારાજ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને આ ગ્રામ પંચાયટોમાં હાલમાં વહીવટીદાર મૂકી દેવામાં આવેલ છે

સામન્ય રીતે ગ્રામ પંચાયતથી લઈને સાંસદ સુધી દરેક બોડીમાં માર્ચ માહિનામાં બજેટ મંજૂર કરવામાં આવે છે જો કે, મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ત્રણ તાલુકાની જુદીજુદી ત્રણ ગ્રામ પંચાયતમાં બજેટ મંજૂર કરવામાં આવ્યું ન હતું જેથી કરીને હાલમાં રાજ્યના વિકાસ કમિશ્નર દ્વારા મોરબી જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની ધરમપુર, માળીયા (મી)ની હરિપર, વાંકાનેરની પીપળીયારાજ ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે અને આ પંચાયટુમાં બજેટ નામંજૂર થતા તેની સામે પગલાં લેવામાં આવેલ છે અને આ ત્રણેય ગ્રામ પંચાયતમાં તાત્કાલિક અસરથી વહીવટદાર પણ મૂકી દેવામાં આવેલ છે 




Latest News