મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાને આવકારવા મોરબી જિલ્લા કોંગ્રેસમાં થનગનાટ


SHARE







ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાને આવકારવા મોરબી જિલ્લા કોંગ્રેસમાં થનગનાટ

મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને હાલમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરાને તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આગામી મંગળવારે મોરબીમાં તેનું ભવ્ય સ્વાગત અને બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઇ કાવરે માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખ અને ટંકારા પડધરીના ધારાસભ્ય લલિત કગથરાને મોરબીમાં આવકારની સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૯ જુલાઈના રોજ સવારે ૧૦ કલાકે રામધન આશ્રમ (મહેન્દ્રનગર)થી દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી બાઈક રેલી યોજાશે જે બાઇક રેલીમાં શહેર, તાલુકા અને જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનોહોદ્દેદારો અને કાર્યકરો જોડાશે 




Latest News